Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલ બાદ ટ્યુશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ મિત્રને છરી મારી:પેટમાં છરીનો ઘા વાગવાથી ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો, અમદાવાદમાં સગીરોના મારામારીના બનાવોમાં વધારો

    2 days ago

    અમદાવાદ શહેરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ખોખરા વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ અને ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ધો.11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે છરીનો ઘા મારી દીધો હતો. પેટમાં છરીનો ઘા વાગવાથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે બાપુનગર પોલીસે છરી મારનાર સગીર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બીજા રૂમમાં બેસવાનું કહેતાં ઝઘડો થયો અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં હીરાવાડી નજીક 17 વર્ષીય સગીર તેના પરિવાર સાથે રહે છે અને ભગવતી વિદ્યાલય બાપુનગર ખાતે ધો. 11માં અભ્યાસ કરે છે. બાપુનગર વિસ્તારમાં પ્રતીક્ષા માર્કેટ પાસે આવેલા કોમર્સ એક્સપોર્ટ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ અર્થે જાય છે. સ્કૂલમાં જ સાથે અભ્યાસ કરતો અન્ય એક વિદ્યાર્થી પણ આ જ ટ્યુશન ક્લાસમાં સાથે અભ્યાસ કરે છે. 15 માર્ચના રોજ સગીર ટ્યુશન ક્લાસીસમાં ગયો હતો ત્યારે તેના રૂમમાં જગ્યા ન હોવાથી તેના સાથી વિદ્યાર્થીને તેણે બીજા રૂમમાં જવાનું કહ્યું હતું જેના કારણે બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. છરો કાઢીને પેટના ડાબા ભાગે મારી દીધો બંને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી, ત્યારે બપોરના સમયે જ્યારે સગીર હીરાવાડી વિસ્તારમાં તુલસી ફ્લેટ નજીક આવેલા ભોમિયા ડેરી પાસે ઉભો હતો ત્યારે તેનો સાથી વિદ્યાર્થી મિત્ર આવ્યો હતો અને ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા ન હોવાથી બીજા રૂમમાં કહેવા બાબતે થયેલી બોલા ચાલીને લઈને તેના પાસે રહેલો છરો કાઢ્યો હતો અને પેટના ડાબા ભાગે એક ઘા મારી દીધો હતો. ઈજાગ્રસ્તને સાથી અન્ય મિત્ર રીક્ષામાં લઈ ગયો જેથી બૂમાબૂમ થઈ હતી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને છરી મારનાર વિદ્યાર્થી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સગીર સાથે ઉભેલો તેનો બીજો મિત્ર તેને રીક્ષામાં બેસાડીને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હાલ સારવાર હેઠળ છે. આ બાબતે બાપુનગર પોલીસે ગુનો નોંધી આરોપી સગીર અંગે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ આદિજાતિ મોરચામાં વલસાડના બે નેતાને સ્થાન:મહેન્દ્ર ચૌધરી પ્રદેશ મહામંત્રી, વિલાસ વારલી મંત્રી બન્યા
    Next Article
    રમઝાનમાં મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે માથાકૂટ, VIDEO:ઝાંપાબજારમાં મસ્જિદમાં જવા માંગતાં રિક્ષાચાલક અને પાડોશી વચ્ચે થયેલાં પાર્કિગના ઝઘડાએ ઉગ્ર રૂપ લીધું, અંતે સમાધાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment