Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ આદિજાતિ મોરચામાં વલસાડના બે નેતાને સ્થાન:મહેન્દ્ર ચૌધરી પ્રદેશ મહામંત્રી, વિલાસ વારલી મંત્રી બન્યા

    2 days ago

    ભાજપના આદિજાતિ મોરચાના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વલસાડ જિલ્લાના બે નેતાઓને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. ધરમપુરના મહેન્દ્રભાઈ ચૌધરીને પ્રદેશ મહામંત્રી અને વલસાડના વિલાસભાઈ વારલીને પ્રદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકો પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના વલસાડ પ્રવાસના બે દિવસ બાદ કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથેની ચર્ચા બાદ આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતસિંહ વસાવા દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે. મહેન્દ્રભાઈ ચૌધરી ધરમપુર તાલુકામાં ભાજપના પાયાના કાર્યકર્તા અને મણીભાઈ ચૌધરીના પુત્ર છે. તેઓ આદિવાસી સમાજ માટે કન્યા આશ્રમ શાળા બનાવી વિદ્યાર્થીનીઓ માટે સેવાકીય કાર્યો કરતા રહ્યા છે. ભાજપ માટે તેમની સમર્પિત સેવા નોંધનીય છે. વલસાડ જિલ્લાના અન્ય અગ્રણી કાર્યકર વિલાસભાઈ વારલીને પણ પ્રદેશ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની નિમણૂકથી જિલ્લાના સંગઠનમાં પ્રભાવ વધ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. લાંબા સમયથી સંગઠનમાં સક્રિય રહી આદિવાસી સમાજમાં મજબૂત પકડ ધરાવતા મહેન્દ્રભાઈ ચૌધરીને પ્રદેશ કક્ષાએ મહત્વનું પદ મળતા દક્ષિણ ગુજરાતના સંગઠનને નવી દિશા મળશે તેવી ચર્ચા થઈ રહી છે. આ યાદીમાં દક્ષિણ ગુજરાતને પ્રતિનિધિત્વ મળ્યું છે. આ નિમણૂકો આગામી સમયમાં આદિજાતિ વિસ્તારોમાં સંગઠનાત્મક કામગીરીને વેગ આપવા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ભાજપે વલસાડ જિલ્લાના પ્રતિનિધિઓને પ્રદેશ માળખામાં સ્થાન આપી આદિવાસી પટ્ટામાં પોતાની પકડ મજબૂત કરવાનો સંકેત આપ્યો છે. વલસાડ જિલ્લાના બે નેતાઓને પ્રદેશ સ્તરે સ્થાન મળતા ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ધરમપુર સહિતના વિસ્તારોમાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આ વરણીને વધાવી લીધી હતી. સોશિયલ મીડિયા પર પણ બંને નેતાઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Indian govt ban on TV channel ratings during war time
    Next Article
    સ્કૂલ બાદ ટ્યુશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ મિત્રને છરી મારી:પેટમાં છરીનો ઘા વાગવાથી ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો, અમદાવાદમાં સગીરોના મારામારીના બનાવોમાં વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment