Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફુજૈરાહ હુમલા બાદ ‘જગ લાડકી’ મુન્દ્રા તરફ રવાના:યુએઇના પોર્ટ પર હુમલા વચ્ચેથી ભારતીય ક્રૂડ ટેન્કર ‘જગ લાડકી’ મુન્દ્રા આવવા રવાના

    11 hours ago

    પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે અને વૈશ્વિક દરિયાઈ વેપાર પર જોખમ વધી ગયું છે. ત્યારે યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ના અત્યંત વ્યસ્ત એવા ફુજૈરાહ પોર્ટના ઓઈલ ટર્મિનલ પર શનિવારે ડ્રોન દ્વારા ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા વખતે પોર્ટ પર જ રહેલા ભારતીય ધ્વજ ધરાવતા ક્રૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’નો આબાદ બચાવ થયો છે અને હવે આ જહાજ કચ્છના મુન્દ્રા પોર્ટ તરફ રવાના થઈ ચૂક્યું છે. ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયની સત્તાવાર માહિતી અનુસાર, 14 માર્ચના રોજ જ્યારે ‘જગ લાડકી’ જહાજ ફુજૈરાહના સિંગલ પોઈન્ટ મૂરિંગ પર ક્રૂડ ઓઈલ લોડ કરી રહ્યું હતું. બરાબર તે જ સમયે ઓઈલ ટર્મિનલ પર ડ્રોન સ્ટ્રાઈક થઈ હતી. હુમલાના કારણે ટર્મિનલની આસપાસ આગ ફાટી નીકળી હતી અને મોટાભાગની લોડિંગ કામગીરીઓ તાત્કાલિક રોકવી પડી હતી. જોકે, આ ભયાનક અને જીવલેણ સ્થિતિ વચ્ચે પણ ભારતીય જહાજનો બચાવ થયો છે. રવિવારે સવારે 10:30 કલાકે (IST), ‘જગ લાડકી’ લગભગ 80,800 ટન મરબન ક્રૂડ ઓઈલ લઈને ફુજૈરાહ પોર્ટ પરથી સંપૂર્ણપણે સુરક્ષિત રીતે કચ્છના મુન્દ્રા બંદર આવવા રવાના થઈ ચૂક્યું છે. સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે જહાજ પર સવાર તમામ ભારતીય સી-ફેરર્સ (નાવિકો) એકદમ સુરક્ષિત છે. મિડલઇસ્ટમાંથી મોટા ભાગના ભારતીય જહાજો કચ્છના કંડલા અને મુન્દ્રા બંદરે જ આવશે બીજી તરફ, ગલ્ફ ઓફ ઓમાનમાં ભારતીય નૌકાદળનું ‘ઓપરેશન એસ્કોર્ટ’ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને આવી રહેલા ભારતના બે મોટા LPG જહાજો ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ હાલમાં ઇન્ડિયન નેવીના 3 યુદ્ધજહાજોના કડક સુરક્ષા કવચ હેઠળ ભારત તરફ જ આગળ વધી રહ્યા છે.કુલ 92,700 મેટ્રિક ટન રાંધણ ગેસ (LPG) ભરેલા આ બંને જહાજો 16 માર્ચ, સોમવારે કચ્છના કાંઠે પહોંચી જશે. લેટેસ્ટ સેટેલાઇટ ટ્રેકિંગ મુજબ, ‘શિવાલિક’ સોમવારે વહેલી સવારે મુન્દ્રા પોર્ટ પર અને ‘નંદા દેવી’ સોમવારે રાત્રે કંડલા (દીનદયાળ પોર્ટ) પર લાંગરશે. કચ્છના સ્થાનિક પોર્ટ પ્રશાસન દ્વારા આ વિશાળ કાર્ગોને ખાલી કરવા માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કઠોર સાધના:નિઃસ્વાર્થભાવે પરોપકારની પ્રવૃત્તિ કરીને સાધુ માનવજાતના કલ્યાણ માટે કરે છે સતત પરમાર્થ
    Next Article
    ખાંભલા ઓનર કિલિંગ:આરોપી પિતા-ભાણેજ 2 દિવસ રિમાન્ડ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment