Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કઠોર સાધના:નિઃસ્વાર્થભાવે પરોપકારની પ્રવૃત્તિ કરીને સાધુ માનવજાતના કલ્યાણ માટે કરે છે સતત પરમાર્થ

    9 hours ago

    ભુજ તાલુકાના મિરજાપર-મોચીરાઈ વિસ્તારમાં આવેલા આશાપુરા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશ્વ કલ્યાણ હેતુ પંચધુણી મહાતપ અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા.7/3થી તા.16/4 સુધી ચાલનારા આ અનુષ્ઠાનમાં રાજસ્થાનના જયપુરના ઉદાસીન પંચાયતી બડા અખાડા સંપ્રદાયના સ્વામી ચિતેશ્વરાનંદ દ્વારા કઠોર સાધનામાં કરવામાં આવી રહી છે. જે બાબતે સ્વામી ચિતેશ્વરાનંદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ 2009થી વિવિધ પ્રકારના તપ, આરાધના, અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. હાલે 41 દિવસીય હઠ યોગ તપ કરી રહ્યા છે. જે તેમના ગુરૂઓ દ્વારા ચાલી આવતી પરંપરા અનુસાર વિશ્વ અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે કરાઈ રહ્યું છે. નિઃસ્વાર્થભાવે પરોપકાર કરીને સાધુ માનવજાતના કલ્યાણ માટે સતત પરમાર્થ કરે છે. દરરોજ માત્ર ફળાહાર પર દિવસ વ્યતીત કરતા અને બપોરે 12 થી 3 વાગ્યા સુધીના નિર્ધારિત સમયમાં આ કઠિન તપશ્ચર્યા અને અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. તપ થકી નવી ઉર્જા સર્જાય, આપણી ભૂમિમાં શૂરવીર અને સતી જન્મે, દેશ દુશ્મનોથી સુરક્ષિત રહે તે સાથે વિશ્વના તમામ મનુષ્યનો કલ્યાણ થાય એ ભાવ સાથે અનુષ્ઠાન ચાલતો રહેશે. સ્વામી ચિતેશ્વરાનંદે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સમયાંતરે ઠેર ઠેર એમના દ્વારા ધુણા લગાડવામાં તેમજ તપશ્ચર્યા કરવામાં આવે છે. કાળઝાળ ગરમીમાં આટલા કઠોર તપ દરમિયાન પડતી તકલીફ બાબતે તેમણે કહ્યું કે તમે જે પ્રકારે શરીરને ઢાળવા ઈચ્છો છો એ પ્રકારે ઢળી જાય છે. તેમની સાથે આશાપુરા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના મહંત ચંદ્રકાંતગીરી બાપુના માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. તો એમના ભુજના સેવક જયેશભાઈ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ડીકે શિવકુમારનો આરોપ-કોંગ્રેસના ધારાસભ્યોને ₹5-5 કરોડની ઓફર થઈ:રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ માટે ખરીદવા આવ્યા 4 લોકો; 2 કસ્ટડીમાં
    Next Article
    ફુજૈરાહ હુમલા બાદ ‘જગ લાડકી’ મુન્દ્રા તરફ રવાના:યુએઇના પોર્ટ પર હુમલા વચ્ચેથી ભારતીય ક્રૂડ ટેન્કર ‘જગ લાડકી’ મુન્દ્રા આવવા રવાના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment