Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ:હાઉસકીપિંગ કંપનીના માલિકે કર્મીને ધમકી આપતાં ફરિયાદ

    10 hours ago

    સુરતના વૈભવી કારના વર્કશોપ માટે હાઉસકિપિંગના સ્ટાફની વ્યવસ્થા કરવા ગયેલા અમદાવાદની આરડેન્ટ ફેસિલિટી કંપનીના ફિલ્ડ ઓફિસરને કંપનીના માલિકે અપશબ્દો બોલીને ધમકીઓ આપી હતી. કંપની માલિકે કર્મચારીના પરિવાર વિશે પણ અપશબ્દો બોલ્યા હતા. ત્યારે આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. માણેજા ઓમકાર ગ્રીન ખાતે રહેતા સુનિલભાઈ ખાનાભાઈ વણકર અમદાવાદ ઓઢવની આરડેન્ટ ફેસિલિટી પ્રા.લી.કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી કરે છે. જ્યારે કંપનીના માલિક બ્રિજેશ કુશ્વાહા છે. સુનિલભાઈ તા.9 જાન્યુઆરીએ કંપનીના કામથી સુરત ગયા હતા. ત્યારબાદ કામ પૂર્ણ કરીને પરત વડોદરા આવી ગયા હતા. તા.11એ સુનિલભાઈએ કંપનીના માલિક બ્રિજેશને મેસેજ કરીને સુરતની કામગીરીનો રિપોર્ટ મોકલ્યો હતો. સુનિલભાઈએ તેમાં જણાવ્યું હતું કે, સુરત હું ગયો હતો જ્યાં અમુક લોકોને હાઉસિપિંગ માટે વિઝિટિંગ કાર્ડ આપીને આવ્યો છું અને આજે મારામાં બે-ત્રણ વ્યક્તિના ફોન આવ્યા છે. જોકે તે જોઈને બ્રિજેશ ઉશ્કેરાઈને સુનિલભાઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા. ભાસ્કર ઇનસાઇડ બે માસ સુધી માલિક વિરુદ્ધની અરજી મકરપુરા પોલીસ સ્ટેશનમાં જ રહી, કમિશનરને અરજી કરતાં જ કાર્યવાહી આરડેન્ટ ફેસિલિટી કંપની દ્વારા સુરતના મર્સિડીઝના વર્કશોપને હાઉસકિપિંગનો સ્ટાફ પુરો પાડવા કોન્ટ્રેક્ટ લેવાયો હતો. તેની કામગીરીને માટે સુનિલ વણકર સુરત ગયા હતા. જ્યાં કોઈ સારા વ્યક્તિ મળ્યા નહોતા. જેથી તે પરત આવી ગયા હતા. ત્યારબાદ બ્રિજેશે અપશબ્દો કહી ધમકી આપી હતી. સુનિલભાઈએ 13 જાન્યુઆરીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારબાદ કોઈ કાર્યવાહી ન થતા તેમને તા.22 ફેબ્રુઆરીએ કમિશનરને અરજી કર્યા પછી તા.14 માર્ચે પોલીસે ગુનો નોંધ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાની સાઉથ ઝોન કચેરીનું કામ પુરજોશમાં:વોર્ડ નંબર 15,16,17 અને 18ના નાગરિકોએ કામગીરી માટે સેન્ટ્રલ ઝોન કચેરી લાંબુ નહીં થવું પડે, વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની શક્યતા
    Next Article
    સાહેબ મિટિંગમાં છે:ગુજરાતના રેગ્યુલર ડીજીપી તરીકે રાવ કે પછી અન્ય કોઈ? , વિરોધ પ્રદર્શન સમયે કાર્યકરોએ નેતાજીને ખાલીના બદલે ભરેલો બાટલો આપી દીધો!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment