Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાની સાઉથ ઝોન કચેરીનું કામ પુરજોશમાં:વોર્ડ નંબર 15,16,17 અને 18ના નાગરિકોએ કામગીરી માટે સેન્ટ્રલ ઝોન કચેરી લાંબુ નહીં થવું પડે, વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની શક્યતા

    11 hours ago

    રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ઇસ્ટ, વેસ્ટ તેમજ સેન્ટ્રલ સહિતની ત્રણ ઝોન કચેરીઓ કાર્યરત છે. જોકે શહેરની દક્ષિણમાં આવેલા વોર્ડ નંબર 15,16,17 અને 18નાં અંદાજે 5 લાખ કરતા વધુ લોકોને જન્મ-મરણનાં દાખલા, આધારકાર્ડ સહિત કોર્પોરેશનને લગત તમામ કામગીરી માટે સેન્ટ્રલ ઝોનમાં આવેલી મુખ્ય કચેરી સુધી આવવું પડે છે. જોકે મનપાનો વિસ્તાર વધી રહ્યો હોય લોકોની સુવિધા માટે કોઠારીયા વિસ્તારમાં આવેલા રાધે ચોક પાસે હાલ રૂ. 32.54 કરોડનાં ખર્ચે નવી સાઉથ ઝોન કચેરીનાં નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામ પૂર્ણ થતાં જુદા-જુદા 4 વોર્ડમાં રહેતા લાખો લોકોનાં નાના-મોટા કામો ઘરઆંગણે થશે. એટલું જ નહીં આ કચેરી માટે ખાસ અધિકારીઓ ફાળવવામાં આવતા તમામ વોર્ડનો વિકાસ ઝડપી થશે. રાધે ચોક પાસે થઈ રહ્યું છે સાઉથ ઝોન કચેરીનું નિર્માણ રાજકોટ ધારાસભ્ય રમેશ ટીલાળાની રજૂઆતો બાદ મનપાનાં બજેટમાં સાઉથ ઝોન કચેરીનો સમાવેશ થયો હતો. ત્યારબાદ આ માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. અને છેલ્લા 9 મહિનાથી રાધે ચોક ખાતેના વિશાળ પ્લોટમાં સાઉથ ઝોન કચેરીનાં નિર્માણનું કામ ઝડપભેર કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કમિશ્નર તુષાર સુમેરાએ પણ અહીં ચાલી રહેલા કામની રૂબરૂમાં મુલાકાત લઈને આ કામ ગુણવત્તાયુક્ત રીતે અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. આ કચેરી માટે ખાસ ડેપ્યુટી કમિશ્નર અને સિટી ઈજનેરની પોસ્ટ ફાળવવામાં આવનાર છે. જેને લઈને અહીંના લોકોને નાના-મોટા કામ માટે સેન્ટ્રલ ઝોન સુધી ધક્કો ખાવો પડશે નહીં. રૂ. 32.54 કરોડના ખર્ચે આધુનિક સુવિધા સાથેનું બિલ્ડિંગ બનશે મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં આ અંગે જણાવ્યું કે, મહાનગરપાલિકામાં હાલ ત્રણ ઝોન કાર્યરત છે, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન. લાંબા સમયથી એક ડિમાન્ડ હતી કે સાઉથ ઝોન પણ બને જેથી કાર્યભારની વ્યવસ્થિત રીતે વહેંચણી થઈ શકે. આ બાબતે વર્ષ 2024-25 ના બજેટ આઈટમ તરીકે સાઉથ ઝોન ઓફિસ અને સાઉથ ઝોન બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની ઓફિસનાં નિર્માણનું કામ હાલ ઝડપભેર ચાલી રહ્યું છે. રાજકોટ મનપા દ્વારા રૂ. 32.54 કરોડનાં ખર્ચે આખું સાઉથ ઝોનનું એક મોર્ડન ઓફિસ બિલ્ડિંગ બનાવાઈ રહ્યું છે. આ ઝોનમાં અમે અત્યારે ટેન્ટેટિવલી 4 વોર્ડનો સમાવેશ કરવાનું વિચારી રહ્યા છીએ. હજુ તેની અંદર આખું રિસ્ટ્રક્ચરિંગ કરવાનું થશે. લગભગ આવતા 6 થી 8 મહિનામાં અમે વિચારી રહ્યા છીએ કે આ એન્ટાયર સ્ટાફ સાથેની ફુલ્લી ફંક્શનલ ઓફિસ કાર્યરત થઈ જશે. અત્યારે આ પ્રોજેક્ટનું લગભગ 50 ટકાથી પણ વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. કચેરી કાર્યરત થતા સ્થાનિક લોકોએ સેન્ટ્રલ ઝોન કચેરીનો ધક્કો નહીં ખાવો પડે મનપાની સાઉથ ઝોન ઓફિસ અન્ય તમામ કચેરીઓ કરતા વધુ આધુનિક હશે. જેમાં પ્રજાલક્ષી સેવાઓ લોકોને ડાયરેક્ટ મળી રહે તે માટે એક આખો અલગ સેક્શન બનાવવામાં આવશે. ઝોનલ લેવલ પર લોકોને તમામ સુવિધાઓ જેવી કે દાખલાઓ, આધારકાર્ડ વગેરે મળી રહે તે માટે સિવિક સેન્ટર પણ ત્યાં જ બનાવવામાં આવશે. અમારો ધ્યેય એવો છે કે લાંબા ગાળે ચારેય ઝોન એવી રીતે સેટઅપ થાય કે લોકોને તેમની તમામ જરૂરિયાતો ઝોન કક્ષાએ પૂર્ણ થઈ જાય. જેથી લોકોને સેન્ટ્રલ ઝોન કચેરી સુધી ધક્કો ખવામાંથી મુક્તિ મળશે. તેમજ મુખ્ય કચેરી પરનું કામનું ભારણ પણ ઘટશે. આ વર્ષના અંત સુધીમાં કચેરીનું કામ પૂર્ણ થવાની શક્યતા નવો દક્ષિણ ઝોન બનતા કોઠારીયાના 4 વોર્ડના લોકોને નગરના આયામો પ્રમાણેની નળ, ગટર અને રોશનીના પ્રશ્નો માટે ઈસ્ટ ઝોન સુધી લાંબા નહિ થવું પડે. તેમજ ડી.એમ.સી. અને સિટી ઈજનેરની અલાયદી નિયુક્તિ આ ઝોન માટે થવાથી કામો ઝડપી થવા લાગશે. હાલમાં ઝોન કચેરી નવી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અંદાજે આગામી 6-8 મહિનામાં આ કામગીરી પુરી થશે. બાકીનું સેટઅપ વોર્ડ વાઇઝ હોવાથી સ્ટાફની કોઈ સમસ્યા નહિ થાય. આ કચેરી માટે સિટી ઈજનેર અને મુખ્ય અધિકારી ( ડી.એમ.સી.) નિયુકત કરવા પડશે. ડી.એમ.સી. તરીકે સરકારી કેડરમાંથી નિયુક્તિ થતી હોવાથી સરકારમાંથી મંજૂરી સહિતની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ મનપાનો ઇતિહાસ અને ઝોન ઓફિસોનું વિસ્તરણ રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી, તમામ વોર્ડ અને વિભાગોની કામગીરી ઢેબરભાઈ રોડ પર આવેલી મુખ્ય કચેરી, એટલે કે સેન્ટ્રલ ઝોન ખાતેથી જ કરવામાં આવતી હતી. વર્ષ 1998માં રાજકોટ શહેરની હદમાં મવડી અને રૈયા ગામનો સમાવેશ થતા મનપાનાં વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ વિસ્તરણના ભાગરૂપે 2006માં 150 ફૂટ રિંગરોડ પર હરીસિંહજી ગોહિલ ભવન વેસ્ટ ઝોન કચેરી અને વર્ષ 2007માં ભાવનગર રોડ પર ઝવેરચંદ મેઘાણી ભવન ઇસ્ટ ઝોન ઓફિસનું નિર્માણ કરીને કાર્યરત કરવામાં આવી હતી. જેના કારણે નાગરિકોને તેના વોર્ડ અને નિવાસસ્થાનથી નજીક આવેલી ઝોન ઓફિસ ખાતેથી વિવિધ સુવિધાઓ મળવી શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ, મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષ 2015માં કામગીરીનું વધુ વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું, અને વોર્ડ ઓફિસ ખાતેથી મિલકતવેરા, વ્યવસાયવેરા, વાહનવેરો, જન્મ-મરણ પ્રમાણપત્ર, વિવિધ વસૂલાત, ફરિયાદ નોંધણી જેવી અમુક સેવાઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન શહેરની હદમાં ફરીથી વિસ્તરણ થયું હતું. વર્ષ 2015માં કોઠારીયા અને વાવડી ગામનો સમાવેશ થયો અને વર્ષ 2020માં મુંજકા, મોટા મૌવા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર-1 સહિતના ગામોને પણ રાજકોટ મહાપાલિકામાં ભેળવી દેવામાં આવ્યા હતા. જેના કારણે શહેરનો વિસ્તાર વધુ વધ્યો હતો. આ વિસ્તરણને ધ્યાનમાં રાખી હાલ સાઉથ ઝોન કચેરીના નિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રૂ. 32.54 કરોડનાં ખર્ચે કોઠારીયાનાં રાધે ચોક ખાતે બની રહેલી આ ઓફિસની 50% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોવાનો દાવો મ્યુ. કમિશ્નર દ્વારા કરવામાં આવ્યો છે. અને આગામી 6-8 મહિનામાં આ કચેરી સંપૂર્ણપણે કાર્યરત કરવાની દિશામાં આ કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે. સમયાંતરે મ્યુ. કમિશ્નર ખુદ રૂબરૂ મુલાકાતો લઈને કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષના અંતમાં કે વર્ષ 2027ની શરૂઆતમાં વોર્ડ નંબર 15,16,17 અને 18માં રહેતા લાખો લોકોને આ કચેરીનો લાભ મળશે. અને મનપાને લગતી સુવિધા ઘરઆંગણે મળવાની સાથે દક્ષિણ ઝોનનાં વિકાસકામો પણ વધુ ઝડપી થતા સમગ્ર વિસ્તારનો વિકાસ થશે.
    Click here to Read More
    Previous Article
    કોર્પોરેટ કર્મચારીઓ માટે પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો:વર્કિંગ વિમેનનો ક્રિએટિવ બ્રેક, ટ્રે અને ટોટ બેગ પર ફૂલ બનાવી રંગ ભર્યા
    Next Article
    ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ:હાઉસકીપિંગ કંપનીના માલિકે કર્મીને ધમકી આપતાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment