Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્પોરેટ કર્મચારીઓ માટે પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો:વર્કિંગ વિમેનનો ક્રિએટિવ બ્રેક, ટ્રે અને ટોટ બેગ પર ફૂલ બનાવી રંગ ભર્યા

    13 hours ago

    કોર્પોરેટ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ માટે અનોખું અને સર્જનાત્મક ટ્રિન્કેટ ટ્રે પેઇન્ટિંગ તથા ટોટ બેગ પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગો, ડિઝાઇન અને કલ્પનાશક્તિથી ભરપૂર આ વર્કશોપમાં 30થી વધુ કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન ભાગ લેનાર મહિલાઓએ ટ્રિન્કેટ ટ્રે અને ટોટ બેગ પર વિવિધ રંગો, પેટર્ન અને કલાત્મક ડિઝાઇનનો ઉપયોગ કરીને પોતાની અનોખી કૃતિઓ તૈયાર કરી હતી. કેટલાકે ફ્લોરલ ડિઝાઇન, કેટલાકે એબ્સ્ટ્રેક્ટ આર્ટ તો કેટલાકે પરંપરાગત પેટર્ન દ્વારા પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરી હતી. સમગ્ર હોલ રંગો અને સર્જનાત્મક ઉર્જાથી ઝળહળી ઉઠ્યો હતો. આ કાર્યક્રમ માત્ર પેઇન્ટિંગ પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ મહિલાઓ માટે રોજિંદા વ્યસ્ત જીવનમાંથી થોડો વિરામ લઈને પોતાને સમય આપવા માટે આયોજન કરાયું હતું. તેમજ નવી નવી કલાનો અનુભવ મેળવવાની તેઓ માટે સુંદર તક બની રહ્યો હતો. વર્કશોપથી માનસિક શાંતિનો અનુભવ થયો ભાગ લેનાર મહિલાઓએ જણાવ્યું હતું કે આ વર્કશોપે તેમને માનસિક તાજગી આપી તેમજ ટીમ સાથે આનંદમય સમય પસાર કરવાની અનોખી તક આપી. વર્કશોપના અંતે તમામ મહિલાઓએ પોતાની બનાવેલી સુંદર ટ્રિન્કેટ ટ્રે અને ટોટ બેગ સાથે ખુશી વ્યક્ત કરી હતી. સર્જનાત્મકતા, ઉત્સાહ અને રંગોની ઉજવણી બની રહેલો આ વર્કશોપ દરેક માટે યાદગાર અનુભવ બની રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ‘ગુજરાતી રંગભૂમિ’ વિષયે વક્તવ્ય યોજાયું:ફિલ્મો-ટીવી વચ્ચે પણ રંગભૂમિ જીવંત, નાટકો માટે પ્રેક્ષકો ટિકિટ લઈ થિયેટર સુધી પહોંચે છેઃ વિહંગ મહેતા
    Next Article
    રાજકોટ મનપાની સાઉથ ઝોન કચેરીનું કામ પુરજોશમાં:વોર્ડ નંબર 15,16,17 અને 18ના નાગરિકોએ કામગીરી માટે સેન્ટ્રલ ઝોન કચેરી લાંબુ નહીં થવું પડે, વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment