Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાહેબ મિટિંગમાં છે:ગુજરાતના રેગ્યુલર ડીજીપી તરીકે રાવ કે પછી અન્ય કોઈ? , વિરોધ પ્રદર્શન સમયે કાર્યકરોએ નેતાજીને ખાલીના બદલે ભરેલો બાટલો આપી દીધો!

    9 hours ago

    દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... રેગ્યુલર DGP મુદ્દે ટૂંક સમયમાં ક્લિયરન્સ? રાવનું નામ મોખરે ગુજરાત પોલીસના ટોચના પદને લઈને ફરી એકવાર સચિવાલયના કોરિડોરમાં ચર્ચા છે. રાજ્યમાં હાલ DGPનો વધારાનો ચાર્જ કે.એલ.એન. રાવ સંભાળી રહ્યા છે અને હવે રેગ્યુલર નિમણૂક અંગે ટૂંક સમયમાં નિર્ણય આવી શકે છે. સુપ્રીમ કોર્ટની તાજેતરની માર્ગદર્શિકાઓ બાદ રાજ્ય સરકારે UPSCને ત્રણ અધિકારીઓની પેનલ મોકલી હોવાનું જાણવા મળે છે. સૂત્રો કહે છે કે પેનલમાં સિનિયોરિટી મુજબ રાવનું નામ આગળ હોવાથી અંતિમ પસંદગી તેમના તરફ જ ઝૂકી શકે છે. જો UPSC તરફથી લીલી ઝંડી મળે તો ચાલુ મહિનામાં જ નવા રેગ્યુલર DGP અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. આ વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકનું નામ BSFના DG માટે ચર્ચામાં હતું, પરંતુ અંતે ત્યાં અન્ય અધિકારીની પસંદગી થતાં મલિક ગુજરાતમાં જ યથાવત રહ્યા છે. પરિણામે હાલની પરિસ્થિતિમાં રાવને જ સ્થાયી DGP બનાવવાની સંભાવના વધારે જણાઈ રહી છે. જોકે ગુજરાતની બ્યુરોક્રસીમાં સરપ્રાઇઝ પણ સામાન્ય બાબત છે, એટલે અંતિમ આદેશ બહાર આવે ત્યાં સુધી અંદાજો લગાવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં ગમે ત્યારે સિનિયર IPSની બદલી આવી શકે આગામી એક મહિનામાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે ત્યારે હજી સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલીઓનો દોર બાકી છે ત્યારે એક અઠવાડિયામાં હવે ચૂંટણી જાહેર થાય તેવી સંભાવનાઓ ત્યારે આ અઠવાડિયામાં જ સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલીઓ થઈ શકે છે. કેટલાક સિનિયર અધિકારીઓ તો માત્ર બદલીઓના ઓર્ડરની જ રાહ જોઈ રહ્યા છે. અમદાવાદના બે આઇપીએસ અધિકારીઓ પોતાની બદલીઓ થવાની રાહ જોઈ રહ્યા છે જેથી શાંતિપૂર્ણ રીતે અને સારી જગ્યાએ પોસ્ટિંગ મળે તેના માટે તેમના તાબા હેઠળના વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારી જળવાય માટે ખાસ સૂચના આપી હોવાનું ચર્ચાઈ રહી રહ્યું છે. કમિશનર સામે જૂના ફોટો સાથે નવું પ્રેઝન્ટેશન રજૂ કરાયું! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીવ્યુ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી રહી હતી. ત્યારે ટ્રાફિક જંકશન ડેવલોપમેન્ટના મુદ્દા ઉપર એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં ફોટા જુના દર્શાવવામાં આવ્યા હતા જે કમિશનરે પકડી પાડ્યા હતા અને ત્યારબાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કહ્યું હતું કે તમે જે ફોટા બતાવી રહ્યા છો એ જૂના છે. સાહેબની જૂની ફોટા બતાવવાની બાબત સામે આવતા તરત જ તેમણે કહ્યું હતું કે ભૂલથી ફોટા ડીલીટ કરવાના રહી ગયા છે જેથી કમિશનર સાહેબે કહેવું પડ્યું હતું કે તમે અહીંયા આવો છો ત્યારે પૂરતી તૈયારી કરીને આવતા નથી. કુપોષણના મુદ્દે અધિકારીઓએ મંત્રીને ગેરમાર્ગે દોરતા વિધાનસભામાં મંત્રીએ ખોટો જવાબ આપ્યો ? બાળકોના કુપોષણને દૂર કરવા માટે સરકાર વર્ષે અબજો રુપિયાનો ખર્ચ કરી રહી છે પરંતુ કુપોણવાળા બાળકો અને મહિલાઓની સંખ્યા ઘટવાને બદલે સતત વધી રહી છે. જેથી એવો પ્રશ્ન થાય છે કે, કુપોષણના નાણાંથી શું કોઈ અધિકારીઓનુ આર્થિક પોષણ તો નથી થઈ રહ્યુ ને. ગુજરાતમાં અઢી લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર બન્યાનુ ખુદ સરકારને વિધાનસભામાં સ્વીકારવુ પડ્યું છે. બાળ અને મહિલા વિભાગના અધિકારીઓ પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે મંત્રી સમક્ષ ખોટા ખોટા પ્રેઝન્ટેશન કરીને ફુલ ગુલાબી ચિત્ર બતાવતા હોય છે. આખો દિવસ મીટીંગો રાખીને દેખાડો કરે છે. કુપોષિત બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી હોવા છત્તા મંત્રીએ ગૃહમાં એવો જવાબ આપ્યો કે કુપોષિત બાળકોની સંખ્યામા 9 ટકાથી વધુનો ઘટાડો થયો છે.આવો જવાબ કયા અધિકારીને ઈશારે અપાયો તેની ચર્ચા શરુ થઈ છે. વડાપ્રધાનના મહિનાના અંતે વાવ-થરાદની મુલાકાતે આવે તેવી શક્યતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવે તેવી શક્યતા છે. PM મોદી ઉત્તર ગુજરાતમાં નવા બનેલા થરાદ-વાવ જિલ્લાની મુલાકાત લઈ રોડ શો અને જાહેરસભાને સંબોધી શકે છે. વડાપ્રધાનની સંભવિત મુલાકાતને લઈને તંત્ર દ્રારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેઓ કેટલાક કામોનુ લોકાપર્ણ અને શિલાન્યાસ કે ઉદઘાટન કરે તેવી શક્યતાઓ છે.વડાપ્રધાનના અન્ય કાર્યક્રમોને હજુ આખરી ઓપ અપાઈ રહ્યો છે. પીએમઓ દ્રારા તારીખોનુ કન્ફર્મેશન આગામી દિવસોમાં આપી દેવાશે. આ મહિને માર્ગ મકાન વિભાગના સેક્રેટરી પ્રભાત પટેલીયા નિવૃત થશે,એક્સ્ટેન્શન મળશે માર્ગ મકાન વિભાગના સેક્રેટરી પ્રભાત પટેલીયા આ મહિનાના અંતે વયનિવૃ્ત્ત થઈ રહ્યા છે. તેમની જગ્યાએ કયા અધિકારીને મુકવા તે પ્રશ્ન સરકાર માટે માથાનો દુઃખાવો બન્યો છે. કેમે કે જે ચીફ એન્જિનિયર તરીકે આઠ વર્ષનો કામ કરવાનો અનુભવ હોય તેને જ સેક્રેટરીનુ પ્રમોશન અપાતુ હોય છે. પણ હાલમાં આવા એક જ એન્જિનિયર સોલંકીનુ નામ ચર્ચાઈ રહ્યુ છે. જ્યારે બીજી બાજુ એવી ચર્ચા છે કે, પૂર્વ સચિવ સંદીપ વસાવા અને એ.કે. પટેલને પણ આ પોસ્ટ પર કોન્ટ્રાક્ટબેઝથી મુકી શકાય છે. ટોચના અધિકારીઓનુ કહેવુ છે કે, વસાવા સચિવપદ માટે ઘણા જ સક્ષમ હોવા છત્તા તેમની સામે થયેલા કેટલાક આક્ષેપો લીધે અવઢવ છે. જ્યારે એ.કે. પટેલની કામ કરવાની ઢીલી પધ્ધતી સરકારને પસંદ આવતી નથી. આ સ્થિતિમાં આખો દિવસ હાથમા ફાઈલો રાખીને દોડાધામ કરી રહેલા પ્રભાત પટેલીયાનુ પલ્લુ ભારે દેખાઈ રહ્યુ છે.ઉપરાંત તેઓની ઈમેજ પણ ચોખ્ખી હોવાથી વય નિવૃત્તિ પછી તુરંત જ તેમને કોન્ટ્રાક્ટબેઝ પર ચાલુ રખાય તેવી શક્યતા છે. મકરંદ ચૌહાણ ક્લીનચીટ સાથે સેટલ, પરંતુ એક SPની તપાસ હજી યથાવત; તરલ ભટ્ટ અંગે પ્રશ્નો તાજેતરની IPS બદલી યાદીમાં સૌથી વધારે ચર્ચા મકરંદ ચૌહાણના નામે રહી. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ બાદ તેઓ ક્લીનચીટ મેળવી ચૂક્યા હોવાનું સૂત્રો કહે છે. પરિણામે માત્ર પ્રમોશન જ નહીં, પરંતુ લો એન્ડ ઓર્ડર જેવા મહત્વના વિભાગમાં તેમની નવી ગોઠવણી પણ થઈ ગઈ છે. બીજી તરફ ગાંધીનગરમાં રહી ચૂકેલા એક IPS અધિકારી સામે પરિણિતાના પતિ દ્વારા કરવામાં આવેલી ફરિયાદની તપાસ હજુ અધૂરી હોવાનું કહેવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે તપાસ ચાલુ હોવા છતાં તેમને જિલ્લા સ્તરે SP તરીકે પોસ્ટિંગ મળી ગયું છે. આ પરિસ્થિતિ વચ્ચે પોલીસ વિભાગમાં એક બીજો સવાલ પણ ઉઠી રહ્યો છે – ડબ્બા ટ્રેડિંગ કેસમાં સસ્પેન્ડ કરાયેલા PI તરલ ભટ્ટનું શું? નિયમ મુજબ લાંબા સસ્પેન્શન બાદ અધિકારીને ફરી પોસ્ટિંગ મળવાની પરંપરા છે. હવે જોવાનું એ છે કે, ચૌહાણની જેમ અથવા અન્ય કેસોની જેમ ભટ્ટને પણ રાહત મળે છે કે તેઓ હજી લાંબા સમય સુધી સસ્પેન્શનમાં જ રહે છે. કોંગ્રેસના વિરોધમાં “ભૂલથી” ભરેલા ગેસના બાટલા, નેતાઓની પીઠે પડ્યો ભાર! વિધાનસભા બહાર ગેસ સિલિન્ડરની અછત અને ભાવવધારાને લઈને કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો. નેતાઓ ખભા પર ગેસના બાટલા લઈ પહોંચ્યા અને સરકાર સામે નારા લગાવ્યા. પરંતુ આ પ્રદર્શન પાછળ એક રસપ્રદ ઘટના પણ ચર્ચામાં આવી. કહેવાય છે કે કાર્યકર્તાઓ ભૂલથી ખાલી બદલે ભરેલા સિલિન્ડર લઈ આવ્યા. મીડિયા સામે કાર્યક્રમ શરૂ થઈ ગયો એટલે નેતાઓને પણ ખભા પર ભરેલો બાટલો ઉચકવો પડ્યો. પરિણામે થોડા સમય પછી કેટલાક નેતાઓને પીઠ અને શરીરમાં દુઃખાવાની ફરિયાદ કરતાં સાંભળવામાં આવ્યા. એક નેતાએ તો ઉત્સાહમાં સિલિન્ડર ખભે રાખ્યો, પરંતુ પછી સાથીઓને કહેતા નજરે પડ્યા કે “આ તો ઘણો ભારે પડી ગયો!” રાજકીય વર્તુળોમાં હવે આ ઘટનાને લઈને મજાક પણ ચાલી રહી છે – વિરોધ તો સરકાર સામે હતો, પરંતુ ભાર સિલિન્ડરે નેતાઓ પર જ પાડી દીધો. જાહેર શૌચાલયોની સ્થિતિ સુધારવા સીએમ દ્રારા તમામ IAS અધિકારીઓને સૂચના ગુજરાતના કોઈણ શહેર કે નાના ગામડાઓમાં આવેલા જાહેર શૌચાલયોની હાલત ખુબ જ ખરાબ છે. જે પૈકીમાંથી મોટાભાગના શૌચાલયો ગંદકીથી ખદબદી રહ્યા છે. સ્થાનિક તંત્ર દ્રારા કોઈ પ્રકારનુ ધ્યાન રખાતુ નથી. ખાસ કરીને મહિલાઓ જ્યારે ઘર કે ઓફિસથી ત્રણથી ચાર કલાક માટે બહાર નીકળે છે ત્યારે તેમની હાલત દયનીય બની જાય છે. સરકારી ઓફિસોમાં કે બસ સ્ટેશન સહિતના શૌચાલયોની આવી હાલત અંગે લોકો દ્રારા વર્ષોથી ફરિયાદો થતી આવી છે. સચિવાલયમાં ચર્ચા છે કે, તાજેતરમાં કેટલાક ધારાસભ્યોએ આ સંદર્ભમાં મુખ્યમંત્રીનુ ધ્યાન દોર્યુ હતુ. જેને પગલે મુખ્યમંત્રીએ ગત બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં તમામ સચિવોને સૂચના આપી હતી કે, આ પ્રકારના શૌચાયલોને ઠીક કરી દેવા જોઈએ. જેમાં પ્રભારી સચિવોએ પણ પોતાના તાબાના અધિકારીઓને માર્ગદર્શન આપીને શૌચાલયોને સુધારવાનુ કામ કરવાનુ રહેશે. UPSCમાં સફળ થયેલા ઉમેદવારોએ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી યુપીએસસીની ફાઈનલ પરીક્ષામાં સ્પીપાના 35 ઉમેદવારો સફળ થયા છે. આગામી દિવસો તેઓ સરકારના વિવિધ હોદ્દા પર ફરજ બજાવશે.આ ઉમેદવારો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં મળ્યા હતા. મુખ્યમંત્રીએ તમામને શુભેચ્છા આપી હતી. તેમજ એવી શિખામણ આપી હતી કે, તમે લોકો ખાસ કરીને છેવાડાના અને વંચિત તેમજ સામાન્ય નાગરીકો સાથે સંવેદના રાખીને ફરજ બજાવજો. દુઃખી અને જરૂરીયાતવાળા લોકોની વિશેષ તકેદારી રાખીને તેમના સાચા કામો હોય તો તેને મદદ કરવી. આગામી સમયમાં ટ્રેનિંગ લીધા બાદ ફરજ પર આવનારા ઉમેદવારોએ પણ સીએમને આ રીતે જ ફરજ બજાવવાનુ વચન આપ્યુ હતુ. સફળ ઉમેદવારોની સાથે સ્પીપાનો હવાલો સંભાળતા આઈએએસ અધિકારીઓ હારીત શુક્લા તથા ચંદ્રેશ કોટક પણ જોડાયા હતા. યુવા મોર્ચાનો હોદો મેળવવા નેતાએ ખોટી ઉંમર બતાવ્યાની ચર્ચા ગુજરાત ભાજપ યુવા મોરચાના એક પ્રદેશના નેતા આજકાલ ખૂબ ચર્ચામાં છે. પ્રદેશના યુવા નેતા તરીકે હોદ્દો મેળવનાર આ હોદ્દેદારની ચર્ચા તેમના ઉંમરને લઈને થઈ રહી છે. પ્રદેશમાં હોદ્દેદાર તરીકે નિમણૂક પામવા માટે ઉંમર વધારે છે પરંતુ તેમની ઉંમર ઓછી દર્શાવવામાં આવી છે જેના કારણે તેમને હોદ્દો મળી ગયો છે. આ બાબતે ભાજપના જ કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓમાં છેલ્લા કેટલાય સમયથી હોદ્દેદારના ઉંમરને લઈને ચર્ચા છે. પ્રદેશના યુવા નેતાએ હોદ્દેદાર તરીકે રીપીટ થવા માટે ઉંમર ઓછી દર્શાવી છે જોકે ભાજપના નેતાઓને આ બાબતે પણ જાણ છે છતાં પણ આવા યુવા નેતાઓને સ્થાન આપવા માટે પદ આપી દેવામાં આવ્યું છે. ભૂતકાળમાં પ્રદેશના નેતાના ખાસ નજીકના ગણાતા કેટલાક યુવા કાર્યકર્તાઓએ સરકારી પ્લોટ માં લાખો રૂપિયા કમાવવા માટેની આખી સ્કીમ ઉભી કરી હતી. ભાજપ પ્રદેશના યુવા નેતાની અન્ય કેટલીક ફરિયાદો પણ છે જે કેટલાક નેતાઓ જાણે છે પરંતુ આ નેતાને ભાજપના પ્રદેશ અને ઉચ્ચ નેતાઓ સાચવી રહ્યા છે. ભાજપ સંગઠનના હોદેદારો કામગીરી સમજે ત્યાં જ કોર્પોરેશનની ચૂંટણી આવી પડી રાજ્યમાં આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે. જેની પહેલા ભાજપ દ્વારા સંગઠનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. ગુજરાત ભાજપનું નવું સંગઠન મોડે મોડેથી જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા હોદ્દેદારોને ખૂબ મહેનત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આગામી એક મહિનામાં હવે ચૂંટણી થવાની છે ત્યારે હજી ભાજપના હોદ્દેદારો પોતાના હોદ્દા સંભાળી અને કામગીરી હજી ધીમે ધીમે સમજે અને કરવાની શરૂઆત કરશે ત્યાં સુધીમાં જ ચૂંટણી આવીને ઊભી રહેશે જેથી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે સમયસર સંગઠન જાહેર ન કરવાના કારણે નવા સંગઠનનું નબળું પરિણામ ચૂંટણીમાં જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ:હાઉસકીપિંગ કંપનીના માલિકે કર્મીને ધમકી આપતાં ફરિયાદ
    Next Article
    Oscars 2026 Live Updates: Frankenstein, One Battle... Pick First Awards

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment