Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ વિતરણ પર તંત્રની બાજ નજર:ગેસ બોટલના સપ્લાયના મોનિટરિંગ માટે એજન્સી પર મહેસૂલ-પોલીસ કર્મી તૈનાત

    2 days ago

    શહેરમાં ગેસ બોટલનું સરેરાશ દૈનિક વેચાણ 15,575 થઇ રહ્યું છે. ગેસના બોટલોનો પૂરતો જથ્થો હોવાનો પુરવઠા વિભાગનો દાવો કર્યો છે. જોકે ખાડી દેશોમાંથી નવો જથ્થો ક્યારે આવશે તે વિશે તંત્ર પાસે કોઇ જાણકારી નથી. બીજી તરફ દરેક ગેસ એજન્સી પર રેવન્યુ અને પોલીસ કર્મચારીઓની તહેનાતી કરવામાં આવી છે. પુરવઠા વિભાગે 15 માર્ચે જાહેર કરેલા આંકડા મુજબ વડોદરા જિલ્લામાં ત્રણેય મુખ્ય કંપનીઓમાં કુલ 20,740 બોટલનો સ્ટોક ઉપલબ્ધ છે. જિલ્લામાં એલપીજીનું સરેરાશ દૈનિક વેચાણ 15,575 સિલિન્ડર છે. એલપીજી ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં નાગરિકો સુધી પહોંચે અને રાંધણ ગેસના જથ્થાનું કોઈ પણ પ્રકારે અનધિકૃત વેચાણ ન થાય તે માટે સરકાર દ્વારા સઘન મોનિટરિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા અનુસાર દરેક ગેસ એજન્સીની બુકિંગ ઓફિસ તેમજ ગોડાઉન સ્થળેથી થતા બુકિંગ, સપ્લાય અને ડિલિવરીની પ્રક્રિયાનું પ્રત્યક્ષ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થાના ચુસ્ત અમલીકરણ માટે દરેક ગેસ એજન્સીના સ્થળે કામકાજના સંપૂર્ણ સમય દરમિયાન એક મહેસૂલ કર્મચારી અને એક પોલીસ કર્મચારી સતત હાજર રાખવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ આદેશોના પાલન માટે જરૂરી પોલીસ બંદોબસ્ત અને મહેસૂલી સ્ટાફની ફાળવણી અંગેની આનુષંગિક વ્યવસ્થા તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવી છે. પાઇપ્ડ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહક માટે ઘરેલુ સિલિન્ડર રાખવા પર પ્રતિબંધ પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શન હોય તે વ્યક્તિ હવેથી ઘરેલુ ગેસ એટલે કે એલપીજી કનેક્શન રાખી શકશે નહીં. આ ઉપરાંત આવા ગ્રાહકો કોઈ પણ સરકારી તેલ કંપની કે તેમના વિતરકો પાસેથી ઘરેલુ ગેસ સિલિન્ડરનું રિફીલિંગ પણ મેળવી શકશે નહીં. જે વ્યક્તિઓ પાસે હાલમાં પીએનજી અને એલપીજી એમ બંને કનેક્શન છે, તેમણે તાત્કાલિક અસરથી પોતાનું ઘરેલુ ગેસ કનેક્શન પરત કરવાનું રહેશે. જે ગ્રાહકો પહેલેથી જ પીએનજી કનેક્શન ધરાવે છે તેમને નવું ઘરેલુ એલપીજી કનેક્શન પૂરું પાડવું અથવા ગેસ સિલિન્ડર રિફીલ સપ્લાય કરવો એ હવે પ્રતિબંધ કૃત્યો હેઠળ ગણાશે. બંને પ્રકારનાં કનેક્શન રાખનાર લોકો સામે કાર્યવાહી કરાશે. હોસ્પિટલ, છાત્રાલયો સહિતની સંસ્થાઓને પીએનજી જોડાણમાં અગ્રતા અપાશે: કલેક્ટર સરકારી અને ખાનગી હોસ્પિટલો, છાત્રાલયો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો અને અંધજન મંડળ જેવી સેવાભાવી સંસ્થાઓને તેમની તાકીદની જરૂરિયાત મુજબ કોમર્શિયલ ગેસનો જથ્થો ફાળવવામાં આવશે. સાથે જ આ સંસ્થાઓને તાત્કાલિક પીએનજી કનેક્શન મેળવી લેવા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા તાકીદ કરવામાં આવી છે. વડોદરા ગેસ લિમિટેડને આ સંસ્થાઓને ગેસ કનેક્શનમાં પ્રાથમિકતા આપવા પણ સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રજાનો અવાજ:માંજલપુરને સાંજે ટ્રાફિક,પાર્કિંગ પજવે છે, રહીશોને નવા બગીચાઓની પણ ઝંખના
    Next Article
    7 દિનથી વીજળી નહિ મળતાં પાક સૂકાવાના આરે‎:જૂના બોરભાઠામાં ટ્રાન્સફોર્મર મામલે વીજ વિભાગના અખાડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment