Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રજાનો અવાજ:માંજલપુરને સાંજે ટ્રાફિક,પાર્કિંગ પજવે છે, રહીશોને નવા બગીચાઓની પણ ઝંખના

    2 days ago

    શહેરના શાંત અને રમણીય વિસ્તાર માંજલપુરના રહીશો રસ્તા પર નીકળે ત્યારે દરરોજ સાંજે ટ્રાફિક જામ અને આડેધડ પાર્કિંગના ભરડામાં ફસાઇ જાય છે. આ વિસ્તારને સૌથી મોટો, પજવતા પ્રશ્નો આ છે. બ્રિજ અને ગટર લાઇનની કામગીરી થઇ રહી હોવાથી કેટલાક રસ્તાઓ પર આ સમસ્યા વધુ વકરી છે. દિવ્ય ભાસ્કરે સ્થાનિક રહીશો સાથેના સંવાદમાં બીજી પણ કેટલીક સમસ્યાઓ સામે આવી. આ વિસ્તારની ફૂટપાથો કાંતો ખખડધજ છે, નજરે જ ચઢતી નથી, કાંતો લારીઓના દબાણોનો રાફડો ફાટ્યો છે. પાણીની સમસ્યા અનેક નગરો અને સોસાયટીઓમાં છે. પ્રમુખ પ્રસાદ, સુરભીપાર્ક, સપ્તગિરિ, નિર્માણપાર્ક, મોહન પાર્ક ઉપરાંત વિશ્વામિત્રી રેલવે સ્ટેશનની આસપાસનો વિસ્તાર. પાણીનું પૂરતું પ્રેશર આવતું નથી. લોકોએ જણાવ્યું આ વિસ્તારનો વિકાસ જ એવી રીતે થયો છે કે, મોટા મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સીસ એવી જગ્યાએ છે કે, જેના લીધે સાંજે પાર્કિંગ, ટ્રાફિક જામ અને સૌથી જોખમી રોંગસાઇડ ડ્રાઇવિંગ વધ્યું છે. ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો રસ અને આદેશ આ સમસ્યાના નિરાકરણનો રામબાણ ઇલાજ લોકો માને છે. આ ઉપરાંત માંજલપુરના જીઆઇડીસી તરફના છેવાડેં રહેતા રહીશોએ એક નવા હરિયાળા બગીચાનીએક ઝંખના જાહેર કરી હતી. શોપિંગ કોમ્પ્લેક્સો અને સાંકડા રસ્તાઓ સમસ્યા માટે જવાબદાર માંજલપુર વિસ્તારના લોકોએ જણાવ્યું કે, આ વિસ્તારોના રસ્તાઓ હવે સાંકડા પડે છે. કારણ કે માંજલપુરમાં ઠેર ઠેર શોપિંગ કોમ્પ્લેક્સો, હોટેલ-રેસ્ટોરન્ટ્સ એટલા ખુલ્યા છે કે, લોકો બહાર નીકળે છે, પાર્કિંગની જગ્યા ન હોવાથી રસ્તા પર પાર્કિંગ કરતા ટ્રાફિક અવરોધાય છે અને વાહનાના ધુમાડાને લીધે પ્રદુષણની સમસ્યા સર્જાય છે. દ્વિચક્રી વાહનચાલકોને સૌથી મોટી હાલાકી ભોગવવી પડે છે. સમસ્યા અંગે રહેવાસીઓનો મત
    Click here to Read More
    Previous Article
    ડાર્ચેન સિટી ખાતે વડોદરાના કથાકારની કથા યોજાશે:અધિક મહિનો અને તિબેટિયન હોર્સ યર સાથે કૈલાસ-માન સરોવરમાં આ વર્ષે મહાકુંભ યોજાશે
    Next Article
    ગેસ વિતરણ પર તંત્રની બાજ નજર:ગેસ બોટલના સપ્લાયના મોનિટરિંગ માટે એજન્સી પર મહેસૂલ-પોલીસ કર્મી તૈનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment