Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાર્ચેન સિટી ખાતે વડોદરાના કથાકારની કથા યોજાશે:અધિક મહિનો અને તિબેટિયન હોર્સ યર સાથે કૈલાસ-માન સરોવરમાં આ વર્ષે મહાકુંભ યોજાશે

    2 days ago

    હિન્દુઓની આસ્થાના કેન્દ્ર કૈલાસ માન સરોવરની યાત્રા મેના મધ્યથી સપ્ટેમ્બર સુધી થશે. આ વર્ષે કૈલાસ માન સરોવર યાત્રામાં સુભગ સમન્વય થઈ રહ્યો છે. હિન્દુ ધર્મના અધિક માસ અને તિબેટિયન હોર્સ યર પણ આ વર્ષે જ યાત્રા દરમિયાન આવતા હોવાથી એક પરિક્રમાનું પુણ્ય બૌદ્ધ ધર્મ પ્રમાણે 13 પરિક્રમાનું અને અધિક માસ પ્રમાણે 10નું પુણ્ય માનવામાં આવે છે. ચીનની સરકાર દ્વારા ગત વર્ષે મંજૂરી આપતાં યાત્રા શરૂ થઈ હતી. આ વર્ષે ચીન સરકાર દ્વારા મંજૂરી અપાય તે તારીખથી યાત્રાનો પ્રારંભ થશે. નેપાળથી સ્થાનિક ટુર ઓપરેટરો દ્વારા યાત્રાનું આયોજન કરાય છે. અધિક મહિનો હોવાથી દર વર્ષે જતા 20 હજાર યાત્રીઓથી સંખ્યા વધવાનું અનુમાન છે. બીજી તરફ બુદ્ધ અને જૈન ધર્મના લોકો પણ ચીન, તિબેટ અને નેપાળથી આવશે. આ યાત્રા માટે ટુર ઓપરેટરો, કથા આયોજકો દ્વારા આયોજન હાથ ધરાઈ રહ્યાં છે. વડોદરા અને રાજકોટના કથાકારોની પણ કથા ત્યાં થવા જઈ રહી છે. 15 હજાર સ્ક્વેર ફીટની ઊંચાઈથી 18,600 સ્કેવર ફીટની ઊંચાઈ સુધી આ યાત્રા થતી હોય છે. સમગ્ર પ્રવાસ 12 થી 15 દિવસનો હોય છે. ડોલરના ભાવની વધઘટની અસર થશે ચીનની સરકાર 1600 ડોલર ફી વસૂલે છે. આ વર્ષે તેમણે 300 ડોલરનો વધારો કર્યો હોવાની જાહેરાત કરી છે. જોકે તે અંગે નેગોશિયેશન ચાલી રહ્યું છે. 1600 થી 1900 ડોલરની વચ્ચે યાત્રીઓએ ચૂકવવાના થઈ શકે છે. બીજી તરફ ડોલરના ભાવમાં વધઘટને કારણે પણ ભારતીય કરન્સીને બદલે ડોલરમાં ચુકવણું આ વર્ષે કરવું પડશે. આ સિવાય યાત્રાનો ખર્ચ 75 હજારથી 1.25 લાખ જેટલો વ્યક્તિ દીઠ થતો હોય છે. હેલિકોપ્ટરથી યાત્રામાં તબિયત બગડી શકે કૈલાસની યાત્રા વાહન દ્વારા કરવામાં આવે તો ત્યાંના હવામાન અને ઊંચાઈ મુજબ શરીર ટેવાય છે. હેલિકોપ્ટરથી કરવામાં આવે તો અચાનક ગરમીમાંથી ઠંડી અને ઊંચાઈ ઉપર જવાને કારણે તબિયત બગડી શકે છે. ઓક્સિજનની પણ સમસ્યા થઈ શકે છે. > કુણાલ પટેલ, ઓમ ટ્રાવેલ્સ, રાજકોટ હોર્સ યર શું છે? તિબેટિયન હોર્સ યર 14 વર્ષે આવતું હોય છે, જેને કૈલાસ મહાકુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મ સિવાય જૈન અને બૌદ્ધ ધર્મના લોકો પણ કૈલાસ માન સરોવરને પૂજ્ય માને છે. ગત 2014માં તિબેટિયન હોર્સ યર આવ્યું હતું ત્યારબાદ આ વર્ષે આવતું હોવાથી એક પરિક્રમાનું ફળ 13 ગણું જેટલું મળશે અને ત્યાં મહાકુંભ સર્જાશે. 52 કિમીની કૈલાસની પરિક્રમા માન સરોવરથી શરૂ કરી કૈલાસની પરિક્રમા 52 કિમીની થતી હોય છે, જે 3 દિવસમાં પૂરી કરાય છે. વચ્ચે બે રાત્રીનું રોકાણ હોય છે. પરિક્રમામાં મહત્તમ ઊંચાઈ 18,600 ફૂટ હોય છે. વડોદરાના જયદેવ પ્રસાદની સવાર-સાંજ કથા વડોદરાના કથાકાર જયદેવ પ્રસાદ શાસ્ત્રીની ભાગવત સપ્તાહ યોજાશે. પ્રથમ વખત શહેરના કથાકારની કથાનું આયોજન થઇ રહ્યું છે. 1 થી 16 જુલાઈ દરમિયાન સમગ્ર પ્રવાસ યોજાશે. કૈલાસ પર્વત અને માન સરોવરની વચ્ચે આવેલા ડાર્ચેન સિટી ખાતે કથા યોજાશે. સવાર-સાંજ બે ટાઇમ કથા યોજાશે. વડોદરા અને આસપાસના 100 જેટલા ભક્તો આ યાત્રામાં જોડાશે. જ્યારે રાજકોટના કથાકાર જોગી દાદાની કથા પણ આ જ સિટીમાં 8 થી 22 જૂન દરમિયાન કથા યોજાશે.
    Click here to Read More
    Previous Article
    જીવલેણ હુમલો:અકોટામાં બાઈકને બ્રેક મારવા મુદ્દે ઇજનેર પર 2 શખ્સનો ચપ્પુથી હુમલો
    Next Article
    પ્રજાનો અવાજ:માંજલપુરને સાંજે ટ્રાફિક,પાર્કિંગ પજવે છે, રહીશોને નવા બગીચાઓની પણ ઝંખના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment