Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રની નિષ્ક્રિયતાને લીધે લોકો ભરાયા રોષે:સયાજીગંજમાં ગટરનો પ્રશ્ન ન ઉકેલાતાં સગીરને અંદર ઉતારીને પાણી ઉલેચ્યું

    10 hours ago

    સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા નજીક ભવાનીનગરમાં 6 મહિનાથી ગટર ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે. પાલિકા તંત્રને ફરિયાદ કરી છતાં નિકાલ ન આવતાં અંતે રહીશોએ જાતે જ ગટરની સફાઈ શરૂ કરી હતી. ગટરમાં કિશોરને ઉતારી ડોલે-ડોલે ગંદું પાણી ઉલેચ્યું હતું. સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા પાસે ભવાની નગરમાં 6 મહિનાથી ડ્રેનેજ ઊભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિક કાઉન્સિલરો અને અધિકારીઓને અનેકવાર ફરિયાદો કરી હતી, પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. 4 દિવસથી ગટરો ઊભરાઈને આસપાસના વિસ્તારમાં ફેલાતી હોવાની ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ તસદી લેવામાં નહીં આવતાં અંતે રહીશોએ જાતે ગટર સફાઈ કરવાનું નક્કી કર્યું હતું. મહિલાઓએ એકત્ર થઈ કિશોરને ગટરમાં ઉતારી ગટરનું પાણી ઉલેચી વિરોધ દર્શાવ્યો હતો. મહિલાઓનું કહેવું હતું કે, 6 મહિનાથી તકલીફ પડે છે, પરંતુ એક પણ વ્યક્તિ વિસ્તારમાં જોવા આવતો નથી. આ વિસ્તાર રેલવેમાં આવે છે તેમ કહી અધિકારીઓ છટકી જાય છે. ત્યારે નાછૂટકે આ વખતે જાતે જ ગટર સફાઈ કરવી પડી રહી છે. પહેલાં ગટર સાફ કરો પછી વોટ માગવા આવજોઃ રહીશો ગટરની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ ચૂંટણી ટાણે વોટ માગવા આવતા નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ કહ્યું, વોટ માટે નેતાઓ વિસ્તારમાં આવે છે, પરંતુ સમસ્યાઓની ફરિયાદ કરીએ તો જોવા પણ નથી આવતા. આગામી દિવસોમાં મહાનગર પાલિકાની ચૂંટણી આવશે. અમે નેતાઓને ચોખ્ખું કહીએ છીએ કે, પહેલાં અમારા વિસ્તારની ગટરની સફાઈ કરો અને પછી જ વોટ માગવા આવજો. નહીં તો આ વખતે એક પણ વોટ નહીં મળે.
    Click here to Read More
    Previous Article
    મંડે ફોટો સ્ટોરી:સયાજીગંજના જૂના સિટી બસ સ્ટેન્ડને મળશે નવી ઓળખ, બસો માટેનાં સ્ટેન્ડ તોડાયાં, હવે ઇ-બસ ચાર્જિંગ સ્ટેશન બનશે
    Next Article
    સિટી એન્કર:પાડોશી યુવતી સાથે વાત કરવા મુદ્દે દાદા-દાદીએ ઠપકો આપતાં સગીરા કમાટીબાગમાં પહોંચી, વૃદ્ધે છેડતી કરતાં અજાણ્યું દંપતી સાથે લઈ ગયું અને અભયમને કરી જાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment