Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:પાડોશી યુવતી સાથે વાત કરવા મુદ્દે દાદા-દાદીએ ઠપકો આપતાં સગીરા કમાટીબાગમાં પહોંચી, વૃદ્ધે છેડતી કરતાં અજાણ્યું દંપતી સાથે લઈ ગયું અને અભયમને કરી જાણ

    9 hours ago

    કમાટીબાગમાં 17 વર્ષીય સગીરાની વૃદ્ધ દ્વારા છેડતી કરાતી હોવાની ત્રાહિત દંપતીએ અભયમને જાણ કરી હતી. જેને પગલે ટીમ સ્થળ પહોંચી હતી. અભયમે સગીરાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે, પાડોશી યુવતી સાથે વાતચીત કરવા બાબતે દાદા-દાદીએ ઠપકો આપતાં સગીરા શુક્રવારે પરોઢિયે 5 વાગે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. શુક્રવારે આખો દિવસ તે કમાટીબાગમાં બેઠી હતી. સાંજે વૃદ્ધ તેની છેડતી કરતો હોવાથી એક દંપતીએ તેને સાથે લઈ ગયું હતું અને આખી રાત પોતાની પાસે રાખી હતી. તે પછી શનિવારે બપોરે 11 વાગે દંપતીએ અભયમને જાણ કરી હતી. જે બાદ ટીમે દાદા-દાદીનું કાઉન્સેલિંગ કરીને સગીરાને તેનાં માતા-પિતાને સોંપી હતી. કારેલીબાગ સંગમ વિસ્તારમાં દાદા-દાદી સાથે રહેતી 17 વર્ષીય સગીરા ગુરુવારે રાત સુધી પાડોશમાં રહેતી યુવતી સાથે વાતો કરી રહી હતી. જેથી તેનાં દાદા-દાદીએ તેને બાબતે ઠપકો આપ્યો હતો. જેથી લાગી આવતાં શુક્રવારે પરોઢિયે 5 વાગે તે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. જેથી દાદી-દાદીએ માતા-પિતાને જાણ કરી તેની શોધખોળ કરી હતી. બીજી બાજુ શનિવારે સવારે 11 વાગ્યાના અરસામાં દંપતીએ અભયમને ફોન કરી સગીરા વિશે જાણકારી આપી હતી. અભયમની ટીમ સગીરા પાસે પહોંચી ત્યારે દંપતી પણ હાજર હતું અને તેઓએ સમગ્ર બાબત જણાવી હતી. સગીરાએ ટીમને જણાવ્યું કે, તેને તેનાં દાદા-દાદી પાસે જવું છે. જેથી અભયમની ટીમ દાદા-દાદીને ઘરે પહોંચી હતી. ટીમને જાણવા મળ્યું કે, તેમના પાડોશમાં રહેતી છોકરી તેમની પૌત્રીને જુદા જુદા છોકરા સાથે મેળવે છે અને વાતચીત કરાવે છે. સગીરાએ જણાવ્યું કે, છોકરીએ તેને યુવકોના નંબર પણ આપ્યા હતા પણ તેણે વાત નથી કરી. અભયમની ટીમે માતા- પિતાને જાણ કરતાં તેઓ પહોંચી ગયાં હતાં. સગીરાને સમજાવ્યું કે, હાલ ભણવામાં ધ્યાન આપે. આ રીતે ઘર છોડીને જવું તે યોગ્ય નથી. દંપતીએ છેડતીની જાણ કોઈને ન કરી, સગીરાને સાથે લઈ ગયું કોઈ વૃદ્ધ કમાટીબાગમાં શુક્રવારના રોજ મોડી સાંજે સગીરાની છેડતી કરી રહ્યો હતો. જેથી અજાણ્યું દંપતી સગીરાને પોતાની સાથે લઈ ગયું હતું. જોકે જે તે સમયે દંપતીએ પોલીસ કે અભયમને જાણ કરી નહોતી. આ સાથે સગીરા પણ દંપતી સાથે જતી રહી હતી અને તેમની સાથે આખી રાત રહી હતી.
    Click here to Read More
    Previous Article
    તંત્રની નિષ્ક્રિયતાને લીધે લોકો ભરાયા રોષે:સયાજીગંજમાં ગટરનો પ્રશ્ન ન ઉકેલાતાં સગીરને અંદર ઉતારીને પાણી ઉલેચ્યું
    Next Article
    Oscars 2026: Priyanka Chopra brings old Hollywood glamour to red carpet; Nick Jonas wears a kalava. Watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment