Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હુકમની અમલવારી કરવા સીઓને તાકીદ‎:કચરાના પ્લાન્ટનો વર્ક ઓર્ડર આપવા પ્રાદેશિક કમિશ્નરનો સીઓને આદેશ

    2 weeks ago

    પાટણ નગરપાલિકામાં સૂકા-ભીના કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટના ટેન્ડરનો વિવાદ છેલ્લા 6 મહિનાથી શમવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલે ગાંધીનગર પ્રાદેશિક કમિશનર કચેરીએ સીધો હસ્તક્ષેપ કરી પાટણ ચીફ ઓફિસરને કડક આદેશ જારી કરીને નાગેશ કોર્પોરેશનને વર્ક ઓર્ડર આપવા બાબતે 258(1) હેઠળના હુકમની અમલવારી કરવા તાકીદ કરી છે. પ્રાદેશિક કમિશનર (ગાંધીનગર ઝોન) દ્વારા ગત 27 ફેબ્રુઆરીના રોજ ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-258(1) હેઠળ નાગેશ કોર્પોરેશનના ટેન્ડર સંદર્ભે મહત્વનો હુકમ કરવામાં આવ્યો હતો. આમ છતાં, પાલિકા તંત્ર દ્વારા અમલવારીમાં વિલંબ કરાતા અરજદારે 5, 6 અને 9 માર્ચના રોજ સતત રજૂઆતો કરી હતી. આ મામલે હવે મનોજ સોલંકી (ચીફ ઓફિસર, વર્ગ-1) દ્વારા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે કમિશનરના આદેશ મુજબની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવો જણાવ્યું છે તેવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    લોક અદાલત થઈ સાર્થક:નેશનલ લોક અદાલતમાં એક જ દિવસમાં 10991 કેસોનો નિકાલ
    Next Article
    વાયડ જૂથ અથડામણ કેસ:વાયડમાં અથડામણમાં સામસામે 51 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment