Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહવીર યોજનાનું સુરસુરિયું:તંત્રની ઉદાસીનતાને કારણે રાહવીર યોજના કાગળ પર

    2 weeks ago

    ​માર્ગ અકસ્માતમાં ઘાયલોનો જીવ બચાવવા માટે સરકાર રાહવીર યોજના હેઠળ પ્રોત્સાહન પૂરું પાડે છે, પરંતુ પાટણ જિલ્લામાં વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે આ યોજના માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવું જણાય છે. છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં નોંધાયેલા 300 અકસ્માતોમાં 132 લોકોએ જીવ ગુમાવ્યા છે, છતાં પોલીસ અને આરોગ્ય વિભાગના સંકલનના અભાવે એક પણ વ્યક્તિને ‘રાહવીર’ તરીકે પુરસ્કાર મળ્યો નથી. ​સરકારે મદદગાર વ્યક્તિ માટેની પ્રોત્સાહન રકમ રૂ.5,000 થી વધારીને રૂ.25,000 કરી છે, જેથી લોકો પોલીસ કનડગતના ડર વગર મદદ કરવા પ્રેરાય. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, અકસ્માતમાં મદદ કરનાર વ્યક્તિને સાક્ષી બનવા દબાણ કરી શકાતું નથી કે તેની ઓળખ જાહેર કરવામાં આવતી નથી. પાટણ એઆરટીઓ જે. કે. મોઢે જણાવ્યું કે, જો પોલીસ અને મેડિકલ ઓફિસર દ્વારા દરખાસ્ત તૈયાર કરી આરટીઓ કચેરીને મોકલવામાં આવે, તો તુરંત રકમ ચૂકવવામાં આવશે. હાલમાં તંત્ર વચ્ચેના સંકલનના અભાવે યોગ્ય વ્યક્તિઓ સુધી આ યોજનાનો લાભ પહોંચી રહ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    ફરાર આરોપી ઝડપાયા:છેતરપિંડી અને ભરણપોષણના ગુનામાં ફરાર ત્રણ શખ્સો ઝબ્બે
    Next Article
    લોક અદાલત થઈ સાર્થક:નેશનલ લોક અદાલતમાં એક જ દિવસમાં 10991 કેસોનો નિકાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment