Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરાર આરોપી ઝડપાયા:છેતરપિંડી અને ભરણપોષણના ગુનામાં ફરાર ત્રણ શખ્સો ઝબ્બે

    2 weeks ago

    પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત સાંતલપુર અને સમી પોલીસે બાતમી આધારે મહેસાણા કોર્ટ અને રાધનપુર ફેમિલી કોર્ટના સજા વોરંટના ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી રહેલા 3 શખ્સોને પકડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા છે. મહેસાણા કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 (ચેક રિટર્ન) મુજબ રૂ.1,41,194 ભરવામાં નિષ્ફળ જતા કોર્ટે અરજણભાઈ ભચાભાઈ આહીરને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. સાંતલપુર પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. રાધનપુર ફેમિલી કોર્ટમાં ભરણપોષણની રૂ.29,000ની રકમ ન ચૂકવતા અમરતભાઈ ભલાભાઈ ગોહિલને 210 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. પોલીસે આરોપીને વોરંટ હેઠળ છાણસરા ગામેથી પકડાયા હતા. સમી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એ.પી. જાડેજાની ટીમે બાતમીના આધારે ગુજરવાડા ગામેથી સજા પામેલ આરોપી ઓડ જેસંગભાઇ કોરશીભાઇને દબોચી લીધો હતો. જેની સામે મહેસાણા કોર્ટના ફોજદારી કેસમાં સજા વોરંટ ઇશ્યુ થયા બાદ તેઓ નાસતા ફરતા હતા, જેમને હવે કાયદાના સકંજામાં લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રેલવે મેનેજરને રજૂઆત:રણુંજ-બહુચરાજી બ્રોડગેજ લાઈન પર જૂના ટાઈમ ટેબલ મુજબ ત્રણ ટ્રેનો દોડાવવા માંગ
    Next Article
    રાહવીર યોજનાનું સુરસુરિયું:તંત્રની ઉદાસીનતાને કારણે રાહવીર યોજના કાગળ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment