Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે મેનેજરને રજૂઆત:રણુંજ-બહુચરાજી બ્રોડગેજ લાઈન પર જૂના ટાઈમ ટેબલ મુજબ ત્રણ ટ્રેનો દોડાવવા માંગ

    2 weeks ago

    કટોસણ-બહુચરાજી-રણું જ બ્રોડગેજ રેલવે લાઈનનું કામ પૂર્ણ થયાને સમય વીતવા છતાં પેસેન્જર ટ્રેનોના અભાવે મુસાફરો હેરાન થઈ રહ્યા છે. આ મામલે પેસેન્જર એસોસિએશન રણુંજ દ્વારા અમદાવાદના ડીવીઝનલ રેલવે મેનેજરને રજૂઆત કરી છે. પેસેન્જર એસોસિએશન રણુંજ દ્વારા કટોસણ,બહુચરાજી અને રણુંજ રેલવે લાઇન ઉપર જુના ટાઈમ ટેબલ મુજબ ત્રણ ટ્રેનો શરૂ કરવા માંગ કરવામાં આવી છે. એસોસિએશનના ઉપપ્રમુખ દર્શન પ્રજાપતિએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન બાદ આ લાઈન પર માત્ર માલગાડીઓ જ દોડી રહી છે.જે લોકહિતમાં નથી.આગામી સમયમાં સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો લોકમેળો ભરાનાર છે, જેમાં લાખો ભક્તો ઉમટી પડશે. ભૂતકાળમાં રેલવે તંત્ર અમદાવાદ અને પાટણથી સ્પેશિયલ ટ્રેનો દોડાવતું હતું, જેનો લાભ હજારો મુસાફરોને મળતો હતો. ધર્મપ્રેમી જનતાની લાગણીને માન આપી જુના ટાઈમ-ટેબલ મુજબ 3 ટ્રેનો શરૂ કરવી જોઈએ.​નવી બ્રોડગેજ લાઈન તૈયાર હોવા છતાં ટ્રેન સેવા શરૂ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં માત્ર માલગાડીઓ જ દોડે છે. જો મેળા પહેલાં ટ્રેન સેવા શરૂ નહીં થાય તો શ્રદ્ધાળુઓએ ખાનગી વાહનોમાં મોંઘું ભાડું ચૂકવવું પડે નહિ. પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉ પ્રસિદ્ધ યાત્રાધામ બેચરાજીના ચૈત્રી પૂનમના મેળામાં જવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવતી હતી. જો આ ટ્રેનો ફરી શરૂ થાય તો આજુબાજુના 25 થી વધારે ગામડાના શ્રદ્ધાળુઓને નજીવા ભાડાંમાં મા બહુચરના ધામમાં જવાનો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    દારૂ ઝડપાયો:ટવામાં કારના ચોરખાનામાંથી 2.58 લાખનો દારૂ સાથે બૂટલેગર ઝડપાયો
    Next Article
    ફરાર આરોપી ઝડપાયા:છેતરપિંડી અને ભરણપોષણના ગુનામાં ફરાર ત્રણ શખ્સો ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment