Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂ ઝડપાયો:ટવામાં કારના ચોરખાનામાંથી 2.58 લાખનો દારૂ સાથે બૂટલેગર ઝડપાયો

    2 weeks ago

    પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટવા ગામેથી રેનોલ્ડ કંપનીની ડસ્ટર ગાડીમાં લઈ જવાતો રૂા. 258405નો વિદેશી દારૂ મળી કુલ રૂા. 6610055નો મુદ્દામાલ છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન પીઆઈ દ્વારા ટેલિફોનિક જાણ કરાઈ હતી કે ટવા ગામે એક સફેદ કલરની રેનોલ્ડ કંપનીની ડસ્ટર ફોરવીલર ગાડીનો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટેડ વિદેશી દારૂ ભરીને આવે છે. જે આધારે વર્ણન વાળી કાર આવતા તેને રોકીને કોર્ડન કરી ઉભી રખાવી ગાડીના ચાલકને પકડી પાડ્યો હતો. કારમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની બોટલ નંગ 805 જેની કિંમત રૂા.258405 તથા કારની કિંમત રૂા. 4 લાખ તથા રોકડા રૂા. 650, એક મોબાઈલ નંગ રૂા. 2000 સહિત કુલ રૂા. 661055નો મુદ્દા માલ કબજે કરાયો છે. નરેશભાઈ બોધાભાઈ પરમાર રહે. પ્રભુદાસ રૂવાપરી રોડ ફાયર સ્ટેશન પાછળ ભાવનગરને પકડી પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:છોટાઉદેપુર રાઠ વિસ્તારમાં 6.12 કરોડના ખર્ચે નવા ત્રણ ચેકડેમ બનતા પાણીની સમસ્યાનો અંત આવશે
    Next Article
    રેલવે મેનેજરને રજૂઆત:રણુંજ-બહુચરાજી બ્રોડગેજ લાઈન પર જૂના ટાઈમ ટેબલ મુજબ ત્રણ ટ્રેનો દોડાવવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment