Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલ દરવાજાની 612 વર્ષ જૂની જામા મસ્જિદની દીવાલ ધરાશાયી:આર્કોલોજી અને મનપાના હેરિટેજ વિભાગની નિષ્ક્રિયતા સામે સંચાલકોમાં રોષ; તાત્કાલિક રિપેરિંગની માગ

    22 hours ago

    અમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી વર્ષ 1414માં બનેલી ઐતિહાસિક અહેમદશાહ બાદશાહ (જૂની જામા) મસ્જિદની દીવાલનો એક ભાગ વહેલી સવારે ધરાશાયી થયો હતો. નશાબંધી અને આબકારી વિભાગની ઓફિસ તરફ આવેલી આ દીવાલ તૂટી પડવાથી મોટી હોનારત તો ટળી હતી, પરંતુ હેરિટેજ ઇમારતને ભારે નુકસાન થયું છે. વધુ વરસાદ પડશે તો મસ્જિદને વધુ નુકસાન થવાની ભીતિ સંચાલકોએ વ્યક્ત કરી છે. આર્કોલોજી અને મનપાના હેરિટેજ વિભાગની નિષ્ક્રિયતા સામે સંચાલકોનો આક્રોશ મસ્જિદના વાઇસ પ્રેસિડેન્ટ ઇસ્માઇલભાઈએ જણાવ્યું હતું કે ઐતિહાસિક હેરિટેજ સ્થળ હોવા છતાં આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગ દ્વારા યોગ્ય મરામત કરવામાં આવી નથી. અગાઉ અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં બંને વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. વધુ નુકસાન અટકાવવા સોમવારે અધિકારીઓને રૂબરૂ રજૂઆત કરાશે દીવાલનો એક તરફનો ભાગ ધરાશાયી થઈ જતાં હવે મસ્જિદના બાકીના હિસ્સા પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. મસ્જિદને વધુ નુકસાનથી બચાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે સંચાલકો સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગના અધિકારીઓને મળીને રજૂઆત કરશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ ઉજવાયો:જિલ્લા મહિલા અને બાળ અધિકારી મંશુરીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો
    Next Article
    Terror Suspect Had Jantar Mantar Plot. Girlfriend's Social Media Exposed Him

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment