Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ ઉજવાયો:જિલ્લા મહિલા અને બાળ અધિકારી મંશુરીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

    23 hours ago

    બોટાદ જિલ્લામાં નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી આઈ. આઈ. મંશુરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની સુરક્ષા, સશક્તિકરણ, તેમના કાનૂની અધિકારો અને સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો. ઉપસ્થિત મહિલાઓને મહિલા સુરક્ષા સંબંધિત કાયદાઓ, મહિલા હેલ્પલાઇન 181, સાયબર સુરક્ષા, ઘરેલુ હિંસા નિવારણ, બાળલગ્ન પ્રતિબંધ અને મહિલાઓ માટે ઉપલબ્ધ સહાય સેવાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આઈ.આઈ. મંશુરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મહિલાઓની સુરક્ષા અને આત્મનિર્ભરતા સમાજના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે. તેમણે દરેક મહિલાને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા અને જરૂરિયાત સમયે ઉપલબ્ધ સરકારી સેવાઓ તથા સહાયનો નિર્ભયતાપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં હાજર રહેલી તમામ મહિલાઓએ મહિલા સુરક્ષા અને સશક્તિકરણ અંગે ઉપયોગી માહિતી મેળવી હતી. તેમણે આવા જાગૃતિ કાર્યક્રમો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોવાનું જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    फ्रेंडशिप डे स्पेशल: 3 दोस्तों ने एक साथ निकाला UPSC, अब IAS, IPS, IRS अफसर
    Next Article
    લાલ દરવાજાની 612 વર્ષ જૂની જામા મસ્જિદની દીવાલ ધરાશાયી:આર્કોલોજી અને મનપાના હેરિટેજ વિભાગની નિષ્ક્રિયતા સામે સંચાલકોમાં રોષ; તાત્કાલિક રિપેરિંગની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment