Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:નશામાં ધૃત લોડિંગ રિક્ષાચાલકે ટક્કર મારતાં ચાલતાં જઈ રહેલા વૃદ્ધનું મોત

    11 hours ago

    પાંજરાપોળ ચાર રસ્તાથી પર્યાવરણ મંદિર તરફ પગપાળા જતા વૃદ્ધને નશામાં ધૃત લોડિંગ રિક્ષાચાલકે ટક્કર મારતાં વૃદ્ધનું મૃત્યુ થયું હતું. સ્થાનિકોએ રિક્ષાચાલકને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો. મૂળ યુપીના અને હાલ ઓઢવમાં રહેતા હરિપ્રસાદ પાંડે (69) રિક્ષા ચલાવે છે. ગત શનિવારે સાંજે તેઓ પાંજરાપોળ ચાર રસ્તાથી પર્યાવરણ મંદિર તરફ ચાલતા જતા હતા ત્યારે તક્ષશિલા હેબિટાડ બંગ્લોઝ પાસે ઓએનજીસીની દીવાલ પાસેથી પૂરપાટ ઝડપે આવેલી લોડિંગ રિક્ષાએ તેમને ટક્કર મારતાં હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયેલા હરિપ્રસાદ પાંડેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ટોળાએ રિક્ષાચાલકને પકડીને મેથીપાક આપ્યો હતો. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં રિક્ષાચાલકનું નામ રાજુ જાટવ અને ઓઢવના કમલેશ પાર્કમાં રહેતો હોવાનું જણાયું હતું. રાજુએ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં રિક્ષા ચલાવી અકસ્માત કર્યો હતો. આરોપીની લોડિંગ રિક્ષામાં નંબર પ્લેટ નહોતી સાથે ચિક્કાર દારૂ પીધેલો હોવાથી પોલીસે બીએનએસની કલમ 105 (સાઅપરાધ મનુષ્યવધ) હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં ગંભીર બેદરકારી અને જીવનું જોખમ છતાં દારૂ પી રિક્ષા ચલાવી અકસ્માત કર્યો હતો. હાલ આઈ ડિવિઝન પોલીસે રાજુની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. વૃદ્ધ પિતા ઑટો રિક્ષાનું રીપૅરિંગ કરાવવા માટે ઘરેથી નીકળ્યા હતા અને પુત્રને મૃત્યુના સમાચાર મળ્યા મૃતક હરિપ્રસાદના દીકરા શૈલેષે જણાવ્યું કે પિતા હરિપ્રસાદ ઑટો રિક્ષામાં થોડું રીપૅરિંગ કરાવવા નીકળ્યા હતા. બાદમાં તેમના એક રિક્ષાચાલક મિત્રે આવીને જણાવ્યું કે તમારા પિતાને અકસ્માત થયો છે. આથી મેં તાત્કાલિક ત્યાં પહોંચીને જોયું તો પિતા રોડની સાઇડમાં પડ્યા હતા અને માથા તથા મોઢામાં ગંભીર ઈજાના કારણે મોત થયું હતું. ત્યાર પછી આસપાસના લોકોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે લોડિંગ રિક્ષાના ચાલકે ટક્કર મારી હતી. સ્થળ પર અકસ્માત કરનારી રિક્ષા પણ પડી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:માતા-પિતાની જેમ સાસુ-સસરાને 10 વર્ષથી સાચવતા 21 જમાઈનું 1 એપ્રિલે સન્માન થશે
    Next Article
    ધરપકડ:વેપારીના 25 ગ્રામ સોનાના સિક્કા પડાવનારા 3 પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment