Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સસ્તા મેંગો શેક અને આઇસ ડિશ સેન્ટરો પર દરોડા:રૂ.10માં મળતા રસમાં પપૈયાનો માવો અને જોખમી એસેન્સની આશંકા, પાલિકાએ 21 સેમ્પલ લીધા

    11 hours ago

    કાળઝાળ ગરમીમાં સુરતીઓ ઠંડક મેળવવા માટે કેરીના રસ અને મેંગો મિલ્કશેકનો સહારો લઈ રહ્યા છે, પરંતુ આ ઠંડક હવે જોખમી સાબિત થઈ શકે છે. શહેરમાં માત્ર 10 રૂપિયાથી 70 રૂપિયા સુધીમાં વેચાતા મેંગો મિલ્કશેકમાં મોટા પાયે ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ગંભીર બાબતને ધ્યાને રાખી સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે એક્શન મોડમાં આવી તપાસ હાથ ધરી છે. 9 ઝોનમાં પાલિકાના ફૂડ વિભાગના ધામા પાલિકાના ફૂડ વિભાગે શહેરના તમામ 9 ઝોનમાં અલગ-અલગ વિસ્તારોમાં કેરીનો રસ બનાવતી દુકાનો અને રસ્તા પર માંડવો નાખીને બેસતા વિક્રેતાઓ પર ત્રાટકી હતી. ખાસ કરીને નજીવા દરે ગ્લાસ વેચતી હાટડીઓમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે કે બજારમાં મોંઘા ભાવે વેચાતી કેરીની સામે આટલા સસ્તા ભાવે અસલી રસ આપવો અશક્ય છે. કેમિકલ અને એસેન્સનો જોખમી ઉપયોગ બજારમાં હાલ કેરીનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે, ત્યારે 10 થી 70 રૂપિયામાં વેચાતા ગ્લાસમાં હાનિકારક સિન્થેટીક એસેન્સનો ઉપયોગ થતો હોવાની દહેશત ફૂડ વિભાગે વ્યક્ત કરી છે. તપાસ દરમિયાન એવી પણ વિગતો સામે આવી છે કે શ્રમિક વિસ્તારોમાં વેચાતા રસમાં પપૈયાનો માવો અને માત્ર 500 થી 700 રૂપિયા પ્રતિ લિટરે મળતા આર્ટિફિશિયલ મેંગો એસેન્સ ભેળવીને લોકોને પધરાવી દેવાય છે. 21 જેટલા સેમ્પલ લેબ ટેસ્ટિંગમાં મોકલાયા ફુડ ઇન્સ્પેક્ટર ભરત બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, અડાજણ, કતારગામ, અઠવા, વરાછા અને ઉધના જેવા મોટા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન વિવિધ મિલ્ક શેક સેન્ટરો પરથી કુલ 21 સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી અપાયા છે, જેનો રિપોર્ટ આગામી શનિવાર સુધીમાં આવવાની શક્યતા છે. મોડી રાત્રે ચાલતા આઇસ ડિશ સેન્ટરો પણ નિશાને માત્ર મેંગો શેક જ નહીં, પણ રાત્રિના સમયે ધમધમતા આઇસ ડિશ સેન્ટરો પર પણ પાલિકાએ તવાઈ બોલાવી છે. પુણા, વરાછા અને પર્વત પાટિયા જેવા વિસ્તારોમાં તપાસ કરી બરફની શુદ્ધતા, વપરાતું ક્રીમ અને સિન્થેટિક ચાસણીના 15 નમૂના લેવાયા છે. જો આ નમૂનાઓ FSSAI ના ધોરણો મુજબ સબ-સ્ટાન્ડર્ડ કે અનસેફ જણાશે તો સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્વાસ્થ્ય નિષ્ણાતોની ગંભીર ચેતવણી ફૂડ એન્ડ ન્યુટ્રિશન નિષ્ણાતોના મતે, કુદરતી કેરીના નામે વેચાતા આ પીણાંમાં 'ઇથાઇલ બ્યુટાઇરેટ' અને 'ટાર્ટ્રાઝીન' જેવા કેમિકલ્સનો બેફામ ઉપયોગ થાય છે. આ પ્રકારના કૃત્રિમ રંગો અને એસેન્સના સેવનથી બાળકોમાં હાઇપર-એક્ટિવિટી અને ચામડીની એલર્જી થઈ શકે છે. લાંબા ગાળે આ રસાયણો લિવર અને કિડની જેવા મહત્વના અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ઝાડા-ઉલ્ટી અને આંતરડાના સોજાનો ખતરો ઉનાળામાં આવા કેમિકલયુક્ત પીણાં પીવાથી ફૂડ પોઇઝનીંગ, ગેસ્ટ્રોએન્ટ્રાઇટિસ અને આંતરડામાં સોજો આવવાની સમસ્યાઓ વધી જાય છે. પાલિકાએ આ ઝુંબેશને સોમવારથી વધુ વ્યાપક બનાવવાનો નિર્ણય લીધો છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે ખૂબ જ સસ્તા ભાવે વેચાતી વસ્તુઓની ગુણવત્તા બાબતે સાવચેતી રાખે જેથી રોગચાળાનો ભોગ બનતા બચી શકાય.
    Click here to Read More
    Previous Article
    પંજાબ 'કિંગ્સ' બન્યું બોલર્સનું 'ગુલામ':હૈદરાબાદે છ બેટર્સને પેવેલિયન ભેગા કર્યા, 236 રનનો વિશાળ ટાર્ગેટ બહુ દૂર
    Next Article
    લગ્નની લાલચ આપી યુવકે વારંવાર શરીર સંબંધ બાંધ્યા:યુવતી ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી, અન્ય યુવતી સાથે લગ્ન પણ કરી લીધા, ગોરવામાં યુવક સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment