Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નની લાલચ આપી યુવકે વારંવાર શરીર સંબંધ બાંધ્યા:યુવતી ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી, અન્ય યુવતી સાથે લગ્ન પણ કરી લીધા, ગોરવામાં યુવક સામે ગુનો નોંધાયો

    11 hours ago

    વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં એક યુવતી સાથે પ્રેમ સંબંધ રાખી લગ્ન કરવાની લાલચ આપીને આરોપીએ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેના કારણે પીડિતાને ગર્ભ રહી ગયો હતો. ત્યારબાદ આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પીડિતાને પેટમા દુખાવો થતા આરોપીએ ગર્ભપાતની દવા આપતા તેને મૃત બાળકી જન્મી હતી. આખરે પીડિતાએ ફરિયાદ નોંધાવી છે, જેથી ગોરવા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. આરોપી સાથે યુવતીને 5 વર્ષથી પ્રેમસંબંધ હતો મૂળ દાહોદ જિલ્લાના બીયામાડી ગામના રહેવાસી આરોપી વિપુલ સોમા વસૈયા હાલ ગોત્રી પાણીની ટાંકી નજીક રહે છે. વિપુલ વસોયા અને પીડિતા છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. આ દરમિયાન આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી પીડિતાને વડોદરાના વિવિધ સ્થળો પર લઈ જઈ તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. લગ્નનો ઈન્કાર કરી અન્ય યુવતી સાથે યુવકે લગ્ન કર્યાં વારંવાર દુષ્કર્મ ગુજારવાના કારણે પાંચ મહિના પહેલા યુવતી ગર્ભવતી બની હતી. જેના કારણે પીડિતાએ વિપુલ વસૈયા સાથે લગ્ન કરવા માંગણી કરી હતી, પરંતુ આરોપીએ ઇન્કાર કર્યો અને તેના પર ઉશ્કેરાઈને માર માર્યો હતો. એટલું જ નહીં યુવતીને ગર્ભ કાઢી નાખવાની ધમકી પણ આપતો હતો. આરોપીએ પીડિતાની જાણ બહાર બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું પણ સામે આવ્યું છે. યુવતી ગર્ભવતી બનવા યુવકે દવા આપી ગર્ભપાત કરાવ્યો પીડિતાને પેટમાં દુખાવો થવા લાગતા આરોપીએ દુખાવાની ગોળીઓ હોવાનું કહી ગર્ભપાતની દવા આપી હતી. જે ગર્ભપાત માટેની હોવાનું બાદમાં બહાર આવ્યું હતુ. પીડિતાએ ગોળીઓ લેતા ગર્ભપાત થઈ ગયો અને મૃત હાલતમાં બાળકીનો જન્મ થયો હતો. આ સમગ્ર ઘટનાને લઇ પીડિતાની ફરિયાદના આધારે ગોરવા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સસ્તા મેંગો શેક અને આઇસ ડિશ સેન્ટરો પર દરોડા:રૂ.10માં મળતા રસમાં પપૈયાનો માવો અને જોખમી એસેન્સની આશંકા, પાલિકાએ 21 સેમ્પલ લીધા
    Next Article
    Gujarat Mini Cyclone LIVE | આંધી તોફાને તાંડવ મચાવ્યું, 14 જિલ્લામાં એલર્ટ! | Heavy Rains | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment