Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબ 'કિંગ્સ' બન્યું બોલર્સનું 'ગુલામ':હૈદરાબાદે છ બેટર્સને પેવેલિયન ભેગા કર્યા, 236 રનનો વિશાળ ટાર્ગેટ બહુ દૂર

    1 day ago

    IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 236 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. પંજાબે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા છે. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસેન અને ઈશાન કિશને શાનદાર ફિફટી ફટકારી. ક્લાસેને 43 બોલમાં 69 રન અને ઈશાન કિશને 32 બોલમાં 55 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 88 રનની મજબૂત પાર્ટનરશીપ થઈ. ક્લાસેન અને નીતીશ રેડ્ડી (29*) વચ્ચે 63 રનની પાર્ટનરશીપ નોંધાઈ અને અભિષેક શર્મા (35) અને ટ્રેવિસ હેડ (38) વચ્ચે 55 રનની આક્રમક શરૂઆત થઈ. પંજાબ તરફથી લોકી ફર્ગ્યુસન, વિજયકુમાર વૈશાખ અને યુઝવેન્દ્ર ચહલને 1-1 વિકેટ મળી હતી. બંને ટીમોની પ્લેઇંગ-XI સનરાઇઝર્સ હૈદરાબાદ: પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશન મલિંગા, સલીલ અરોડા, આર સ્મરણ, શિવાંગ કુમાર અને સાકિબ હુસૈન. ઈમ્પેક્ટ પ્લેયર્સ: અનિકેત વર્મા, પ્રફુલ્લ હિંગે, લિયમ લિવિંગસ્ટન, હર્ષ દુબે, હર્ષલ પટેલ. પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, સૂર્યાંશ શેડગે, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાનસન, લોકી ફર્ગ્યુસન, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઈમ્પેક્ટ પ્લેયર્સ: પ્રિયાંશ આર્યા, હરપ્રીત બરાર, જેવિયર બાર્ટલેટ, વિષ્ણુ વિનોદ, મુશીર ખાન.
    Click here to Read More
    Previous Article
    Jharkhand Board JAC 12th Result 2026 (OUT): Official websites to check Inter result
    Next Article
    સસ્તા મેંગો શેક અને આઇસ ડિશ સેન્ટરો પર દરોડા:રૂ.10માં મળતા રસમાં પપૈયાનો માવો અને જોખમી એસેન્સની આશંકા, પાલિકાએ 21 સેમ્પલ લીધા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment