Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:ભોજનની થાળી પર લખેલા સ્પેલિંગ વાંચીને બાળકો રમતાં-જમતાં અંગ્રેજી શીખે છે‎

    4 days ago

    શિક્ષણને ભાર વિનાનું અને આનંદદાયી બનાવવાના હેતુથી જોટાણા તાલુકાની મોદીપુરા પ્રાથમિક શાળામાં એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ "રમતાં જમતાં અંગ્રેજી શીખો' ઇનોવેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શિક્ષિકા આશાબેન સથવારાએ બાળકોમાં અંગ્રેજીનો ડર ભગાડવા માટે મધ્યાહન ભોજનની થાળીને જ શિક્ષણનું માધ્યમ બનાવી દીધું છે. શિક્ષિકાએ જ્યારે ધોરણ 5 થી 8ના વર્ગમાં અવલોકન કર્યું, ત્યારે શિક્ષણ સ્તર અંગે કેટલાક ચિંતાજનક તારણો સામે આવ્યા હતા. 70% બાળકો એવા હતા જેમને રોજિંદા વપરાશના 10 અંગ્રેજી શબ્દો પણ આવડતા નહોતા. 60% વિદ્યાર્થીઓ સાદા સ્પેલિંગ વાંચવામાં મુશ્કેલી અનુભવતા હતા. 80% જેટલા બાળકો અંગ્રેજીના તાસ દરમિયાન લઘુતાગ્રંથિ કે ગભરાટ અનુભવતા હતા. આ સાદા છતાં અસરકારક પ્રયોગથી માત્ર એક જ વર્ષમાં 34 વિદ્યાર્થીઓએ 300થી વધુ નવા અંગ્રેજી સ્પેલિંગ આસાનીથી શીખી લીધા છે. આ ઉપરાંત, કેરમની કૂકડીઓ ઉપર મૂળાક્ષરો લખીને અને ચુંબકીય રમતો દ્વારા પણ અંગ્રેજી શબ્દભંડોળ વધારવાના પ્રયાસો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. થાળી જ બની છાત્રોનું નવું શબ્દભંડોળ રિસેસમાં બાળકોને થાળી-ચમચીથી અવાજ કરતા જોઈને શિક્ષિકાને વિચાર આવ્યો કે આ સમયને શિક્ષણમાં કેવી રીતે બદલવો. તેમણે શાળાની 76 થાળી પાછળ ઓઇલ પેઇન્ટથી અંગ્રેજી સ્પેલિંગ, તેનો ઉચ્ચાર અને ગુજરાતી અનુવાદ લખ્યા. જે માં શરીરના અંગો, શાળાની ચીજવસ્તુઓ, ઘરવખરી, રોજિંદી ઉપયોગી વસ્તુઓ અને મહિનાઓના નામ જેવા રોજિંદા વપરાશના શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો. 70% ને રોજિંદા વપરાશના શબ્દોય આવડતા નહોતા ધોરણ 5 થી 8ના વર્ગમાં અવલોકનમાં 70% બાળકોને રોજિંદા વપરાશના 10 અંગ્રેજી શબ્દો પણ આવડતા નહોતા. એટલે તેમનું શબ્દ ભંડોળ વધે અને અંગ્રેજીનો ડર દૂર થાય તે માટે રમતાં-જમતાં નવા શબ્દો શીખે તે માટે મધ્યાહન ભોજનની થાળીઓને જ શિક્ષણનું માધ્યમ બનાવ્યું. > આશાબેન સથવારા, શિક્ષિકા થાળી પર દર બે મહિને નવા સ્પેલિંગ લખાય છે‎ મધ્યાહન ભોજન પીરસાય તે પહેલાંની 5 થી 7 મિનિટનો સમય, જે અગાઉ વ્યર્થ જતો, તેનો હવે સદુપયોગ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ એકબીજાની થાળી ફેરવીને સ્પેલિંગ વાંચતા થયા છે. ભોજન બાદ થાળી સાફ કરતી વખતે પણ તેઓ આ શબ્દોનું પુનરાવર્તન કરે છે. દર બે મહિને થાળી પર નવા સ્પેલિંગ લખવામાં આવે છે, જેથી જ્ઞાન અપડેટ થતું રહે. આવી રીતે ભોજનની થાળીની પાછળ શબ્દો લખવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:કોમર્શિયલ ગેસની અછતથી દેદિયાસણ ‎GIDCમાં પ્લાસ્ટિક યુનિટ 7 દી''થી બંધ‎
    Next Article
    શિક્ષણ:દેશની 7 IISER સંસ્થામાં પ્રવેશ માટે 7 જૂને એપ્ટિટયૂડ ટેસ્ટ, 13 એપ્રિલ સુધી અરજી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment