Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:કોમર્શિયલ ગેસની અછતથી દેદિયાસણ ‎GIDCમાં પ્લાસ્ટિક યુનિટ 7 દી''થી બંધ‎

    1 week ago

    ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ક્રૂડ ઓઇલના વધેલા ભાવની અસર હવે મહેસાણા જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ દેખાવા લાગી છે. ક્રૂડ ઓઇલની બાય પ્રોડક્ટ તરીકે ઉપયોગમાં લેવાતા રેઝિનના ભાવમાં ભારે વધારો થતાં પીવીસી પાઇપ અને પ્લાસ્ટિક ટાંકી બનાવતા ઉદ્યોગોને સીધી અસર પહોંચી છે. બીજી તરફ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા દેદિયાસણ GIDCના કેટલાક પ્લાસ્ટિક યુનિટોમાં છેલ્લા સાત દિવસથી ઉત્પાદન ઠપ થયું છે. મહેસાણાના સેનિટેશન સામગ્રીના વેપારી કિરણભાઈ પટેલે જણાવ્યું કે, હાલમાં ભાવમાં ભારે અસ્થિરતા હોવાથી ઓર્ડર આપતાં પહેલાં તાજા ભાવ ચકાસવા પડે છે. હોલસેલમાં પણ પીવીસી પાઇપમાં 50% ભાવ વધ્યા મોટપ સ્થિત યુનિટના ઉદ્યોગકાર સંજયભાઈ પટેલે જણાવ્યું કે, રેઝિનના ભાવમાં વધારાના કારણે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. અગાઉ રૂ.71 પ્રતિ કિલો મળતું રેઝિન હવે રૂ.110 સુધી પહોંચી ગયું છે. પરિણામે હોલસેલમાં રૂ.85 પ્રતિ કિલો મળતી પીવીસી પાઇપ રૂ.125 પહોંચી છે. અસર : હાલમાં કૃષિ સિઝન દરમિયાન ખેડુતો પાઇપલાઇન બિછાવવા માટે મોટી સંખ્યામાં પાઇપ ખરીદતા હોય છે, પરંતુ વધેલા ભાવના કારણે ઓર્ડરમાં ઘટાડો થયો છે. તેની અસર બાંધકામ અને પ્લમ્બિંગ સામગ્રીના વેપારમાં પણ જોવા મળી રહી છે. પ્લાસ્ટીકના કાચા માલની સપ્લાય ચેઇન સદંતર ઠપ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે દેદિયાસણ GIDCના કેટલાક પ્લાસ્ટિક ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી છે. પ્લાસ્ટિકની પાણીની ટાંકી બનાવતા યુનિટમાં 7 દિવસથી ઉત્પાદન બંધ છે. મશીનો ઇલેક્ટ્રિક મોટરથી ચાલતા હોવા છતાં પ્લાસ્ટિક પાવડર ઓગાળવા ગેસ જરૂરી છે. અસર : દર સોમવારે રૂ.1835ના ભાવે મળતો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગત સપ્તાહે મળ્યો નહોતો. ઉપરાંત પ્લાસ્ટિક પાવડરનો કાચો માલ શારજાહથી અમદાવાદ આવી પ્રોસેસિંગ થયા બાદ મહેસાણા પહોંચે છે, પરંતુ ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે સપ્લાય ચેઇન પર પણ અસર પડી છે. હોટલોના મેનુમાં ફેરફાર : ચપાટી ગાયબ તંદુરી રોટી જ વિકલ્પ... કેટલીક હોટલે ચૂલા બનાવ્યા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે મહેસાણાની ઘણી હોટલોના મેનુમાં ફેરફાર કરાયો છે. ચપાટી-રોટી મળવી બંધ થઈ ગઈ છે. પરિણામે તંદુરી રોટીથી જ કામ ચલાવવું પડી રહ્યું છે. ઓર્ડર આપતા પહેલાં ચપાટી મળે છે કે તંદુરી રોટી, તે પૂછવું પડે છે. મહેસાણાના વિસનગર રોડ પર આવેલી ડિસન્ટ રેસ્ટોરન્ટમાં રાત્રે ઓર્ડર આપવા જતાં વેઇટરે કહ્યું કે હાલ ચપાટી ઉપલબ્ધ નથી અને માત્ર તંદુરી રોટી જ મળશે. મેનેજરે જણાવ્યું કે, ચપાટી ગેસ પર બનતી હોવાથી સિલિન્ડરની અછતને કારણે તેને બનાવવી મુશ્કેલ બની છે. પાલાવાસણા બાયપાસ પર આવેલી રામ રતન હોટલે તો કોમર્શિયલ ગેસના વિકલ્પ તરીકે ચૂલાં પણ બનાવી લીધા છે. હોટલ સંચાલક ગાંડાલાલ પટેલે જણાવ્યું કે, હાલ ગેસ સિલિન્ડર મળવા મુશ્કેલ છે. લાકડાંની વ્યવસ્થા કરીને ચૂલા પર રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    બાળકોના સ્વાસ્થ્ય માટે ઉત્કૃષ્ટ કાર્ય:મહેસાણાનો જુવેનાઇલ ડાયાબિટીસ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી એવોર્ડની રેસમાં
    Next Article
    મંડે પોઝિટીવ:ભોજનની થાળી પર લખેલા સ્પેલિંગ વાંચીને બાળકો રમતાં-જમતાં અંગ્રેજી શીખે છે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment