Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકોના સ્વાસ્થ્ય માટે ઉત્કૃષ્ટ કાર્ય:મહેસાણાનો જુવેનાઇલ ડાયાબિટીસ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી એવોર્ડની રેસમાં

    1 week ago

    મહેસાણાનો જુવેનાઇલ ડાયાબિટીસ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી એવોર્ડની રેસમાં પહોંચ્યો છે. જેને લઈને જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના 'પ્રધાનમંત્રી પુરસ્કારો-2025' અંતર્ગત કેન્દ્ર સરકારના બે ઉચ્ચ અધિકારીઓની ટીમે જિલ્લાની ખાસ મુલાકાત લઈને પ્રોજેક્ટના અમલીકરણથી લઈને તેના પરિણામ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ ટીમે જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા બાળકોની રૂબરૂ મુલાકાત પણ કરી હતી. ડીડીઓ ડૉ. હસરત જૈસ્મીને જણાવ્યું કે, જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી ૨૦૨૩-૨૪માં રૂ. ૧૦.૯૫ લાખના ખર્ચે ૧૪૭ બાળકોને, ૨૦૨૪-૨૫માં રૂ. ૩૦ લાખના ખર્ચે ૧૮૫ બાળકોને સારવાર અપાઈ હતી. ચાલુ વર્ષે રૂ. ૫૦ લાખના ખર્ચે ૨૪૮ બાળકોને પેન ઇન્સ્યુલિન અપાઈ રહ્યા છે. ઉપરાંત, દર ત્રણ મહિને મેડિકલ કેમ્પ યોજી એક જ છત નીચે તમામ નિદાન અને નિષ્ણાત તબીબોનું કન્સલ્ટેશન પૂરું પાડવામાં આવે છે. મહેસાણાની આ કામગીરીની રાજ્ય કક્ષાએ નોંધ લેવાઈ છે અને હવે સમગ્ર ગુજરાત માટે SOP તૈયાર કરવામાં આવી છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે યોજાયેલ 'મધુમેલા' કાર્યક્રમની પણ ટીમે પ્રશંસા કરી હતી. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નિયામક ભાસ્કર અને ટેક્સટાઇલ નિયામક પૂર્ણેશ ગુરુરાનીએ અત્રે સર્કિટ હાઉસમાં જુવેનાઇલ ડાયાબિટીસ પ્રોજેક્ટ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
    Click here to Read More
    Previous Article
    ગામ ગામની વાત:સામાજિક એકતા વિકાસના સંગમ સમુ ગામ ઉનાવા
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:કોમર્શિયલ ગેસની અછતથી દેદિયાસણ ‎GIDCમાં પ્લાસ્ટિક યુનિટ 7 દી''થી બંધ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment