Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામ ગામની વાત:સામાજિક એકતા વિકાસના સંગમ સમુ ગામ ઉનાવા

    1 week ago

    મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વસ્તી ધરાવતા ગામો પૈકીનું ઉનાવા પ્રગતિશીલ અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું ગામ છે. ઊંઝા તાલુકાના અંદાજે 15 હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના પાણી, ગટર લાઇન, રોડ-રસ્તા સહિતના વિકાસ કાર્યોને કારણે ગામનો સર્વાંગી વિકાસ થયો છે. ઉનાવાની ઓળખ માત્ર તેની મોટી વસ્તી માટે જ નહીં, પરંતુ અહીં આવેલા સુપ્રસિદ્ધ મીરાદાતાર દરગાહ માટે પણ છે. સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. અજમેર દરગાહના દર્શન કર્યા બાદ ઘણા શ્રદ્ધાળુઓ અહીં માથું ટેકવા આવે છે. હિન્દુ, મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો અહીં શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે. દરગાહને કારણે ગામમાં ધર્મશાળા અને ગેસ્ટ હાઉસની પણ સારી વ્યવસ્થા ઉભી થઈ છે. ગામમાં ધાર્મિક સ્થળોમાં શનિદેવનું પ્રાચીન મંદિર પણ આવેલું છે, જ્યાં ખાસ કરીને શનિવારે ભક્તોની ભીડ જોવા મળે છે. ધાર્મિક આસ્થા સાથે ગામમાં સામાજિક સુમેળ પણ જોવા મળે છે, જ્યાં હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ભાઈચારો અને એકતા ગામની સૌથી મોટી ઓળખ બની છે. ગામમાં શિક્ષણ અને બાળ વિકાસ માટે 13થી વધુ આંગણવાડીઓ અને પ્રાથમિક શાળા કાર્યરત છે. ઉપરાંત એચ.પી. વિદ્યાલય અને સર્વોદય મીરાદાતાર હાઈસ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થાઓ પણ છે. APMC કપાસ અને તમાકુનું મોટું માર્કેટ‎ કૃષિ ક્ષેત્રમાં પણ ઉનાવા ગામ આગવું સ્થાન ધરાવે છે. અહીં ગુજકો માસોલ નામની ખાતર બનાવતી એકમ કાર્યરત છે, જેના કારણે ગામની વિશેષ ઓળખ ઉભી થઈ છે. ઉનાવા APMCમાં કપાસ અને તમાકુની નોંધપાત્ર આવક થાય છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો કૃષિ ક્ષેત્રે સારી પ્રગતિ કરી રહ્યા છે. ઉનાવાનું બજાર પણ વિસ્તારનું મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર છે. ગામની વિગત
    Click here to Read More
    Previous Article
    વાહનચાલકો માટે‎રોડ ક્રોસ કરવો મુશ્કેલ બન્યો:મોઢેરા રોડ પર નવો રસ્તો ઊંચો, કટમાં ઢાળ ન હોવાથી વાહનચાલકોને મુશ્કેલી
    Next Article
    બાળકોના સ્વાસ્થ્ય માટે ઉત્કૃષ્ટ કાર્ય:મહેસાણાનો જુવેનાઇલ ડાયાબિટીસ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી એવોર્ડની રેસમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment