Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનચાલકો માટે‎રોડ ક્રોસ કરવો મુશ્કેલ બન્યો:મોઢેરા રોડ પર નવો રસ્તો ઊંચો, કટમાં ઢાળ ન હોવાથી વાહનચાલકોને મુશ્કેલી

    1 week ago

    મહેસાણાના મોઢેરા રોડ પર નુગર બાયપાસથી ગોકુલધામ સુધી એક તરફ નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, જ્યારે બીજી બાજુનો રોડ હજુ બનાવાયો નથી. જેના કારણે જૂના રોડની સરખામણીએ નવો રોડ લગભગ એક ફૂટ જેટલો ઊંચો રહેતા વાહનચાલકો માટે રોડ ક્રોસ કરવો મુશ્કેલ બન્યો છે. રોડ સાઇડના ક્રોસિંગમાં લેવલ ન મળતા વાહનો નીચે અડી જવાની શક્યતા રહે છે તેમજ એક તરફ ઝૂકી જતાં પલ્ટી ખાવાનો ભય પણ રહે છે. આ પરિસ્થિતિને કારણે અનેક વાહનચાલકોને ગોકુલધામ સુધી જઈને પાછું વળવું પડે છે અથવા રોંગ સાઇડથી જવાનું જોખમ લેવું પડે છે તેમ વાહનચાલક હર્ષ પ્રજાપતિએ જણાવ્યું હતું. આ વિસ્તારમાં દેદિયાસણ ગામ તરફથી આવતો માર્ગ તેમજ નજીકમાં પેટ્રોલ પંપ અને સીએનજી પંપ આવેલા હોવાથી લોકોને ત્યાં જવા-આવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તેથી ક્રોસિંગના કટમાં યોગ્ય ઢાળ બનાવી વાહનચાલકો માટે રસ્તો સુલભ બનાવવાની માંગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ખિસ્સા કાતરું ટોળકી ઝડપાઈ:પાલોદરના મેળામાં યાત્રિકોના ખિસ્સા કાપનાર અમદાવાદના 6 શખ્સ ઝબ્બે
    Next Article
    ગામ ગામની વાત:સામાજિક એકતા વિકાસના સંગમ સમુ ગામ ઉનાવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment