Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિટાયર્ડ ડીજીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:ઘરઘાટીએ વતનમાં રોલો પાડવા પિસ્ટલની ચોરી કરી રાજસ્થાન જતો રહ્યો હતો

    9 hours ago

    શહેરના વસ્ત્રાપુરમાં નિવૃત ડીજીના ઘરે ઘરઘાટીએ ચોરી કરી હોવાનો બનાવ બન્યો છે.ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા નિવૃત ડીજીના પુત્ર લાયસન્સવાળી પિસ્ટલ અને રાઉન્ડ જમા કરાવવા જવાના હતા પરંતુ આ હથિયાર કબાટમાંથી ગાયબ હતા જેથી તેમણે ઘરઘાટીને પૂછતા તેણે અજાણ હોવાનું જણાવ્યું હતું.જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસે ઘરઘાટી પર શંકા રાખીને પૂછપરછ કરતા તેણે હથિયાર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. લાઈસન્સ વાળી પિસ્ટલની ચોરી થઈ હતી વસ્ત્રાપુરમાં આવેલા ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા અમનદિપસિંગ રિટાયર્ડ ડીજી ગુરુદયાલસિંગના પુત્ર છે.અમનદિપસિંગ ગૌશાળા ધરાવીને દૂધ અને ઘીનો વેપાર કરે છે.અમનદીપસિંગની માતાએ વર્ષ 2004માં સ્વરક્ષણ માટે લાયસન્સ વાળી કોલ્ટ પોઇન્ટ 25 પિસ્ટલ ખરીદી હતી.અમનદિપસિંગના ઘરે પહેલા ઘરકામ માટે એક મહિલા કામ કરતી હતી. પરંતુ તે બે માસથી આવતી ન હોવાથી તેમણે ઓળખીતા દ્વારા મહીપાલસિંહ સીસોદીયા (રહે. રાજસ્થાન)ને 15 હજારના પગારે નોકરીએ રાખ્યો હતો.મહિપાલસિંહ બે માસથી મકાનમાલિક અમનદિપસિંગના ઘરે જ રહેતો હતો. થોડા દિવસ પહેલા હથિયાર ડીલરને જમા કરાવવાનું હોવાથી અમનદિપસિંગ કબાટમાંથી હથિયાર લેવા જતા પિસ્ટલ અને રાઉન્ડ મળી આવ્યા નહોતા. હોળી સમયે વતનમાં રોલો પાડવા હથિયારની ચોરી કર્યાની કબૂલાત ઘરઘાટી મહિપાલસિંહને હથિયાર બાબતે પૂછતા તેણે અજાણ હોવાનું જણાવ્યુ હતું.જેથી અમનદીપસિંગે પોલીસને જાણ કરી હતી.પોલીસે ઘરઘાટી મહિપાલસિંહની ઉંડાણપુર્વક પૂછપરછ કરતા ઘરઘાટી મહિપાલસિંહ સીસોદીયાએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.આરોપી હથિયાર ચોરી કરીને હોળી સમયે વતન રાજસ્થાન ગયો હતો.ત્યારે ત્યાંના મકાનમાં હથિયાર મૂકી દીધા હતા. વતનમાં હથિયાર સાથે રોલો પાડવા અને ફોટો પડાવાવવાનો શોખ પૂરો કરવા ચોરી કર્યાની કબૂલાત કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- રોકાણકારો વચ્ચે સાવચેતીનો માહોલ:વૈશ્વિક નબળાઈ વચ્ચે શેરબજારમાં ઉછાળે વેચવાલી યથાવત્
    Next Article
    વધુ 1111 હનુમાનજી મંદિર નિર્માણની જાહેરાત:સુરતમાં પૂર્વ રાષ્ટ્રપતિ, રાજ્યપાલની હાજરીમાં સાંસદ ગોવિંદ ધોળકિયાનું સન્માન, સમાજને કુરીતિઓમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment