Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- રોકાણકારો વચ્ચે સાવચેતીનો માહોલ:વૈશ્વિક નબળાઈ વચ્ચે શેરબજારમાં ઉછાળે વેચવાલી યથાવત્

    8 hours ago

    છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં મિશ્ર પરંતુ મોટાભાગે નબળો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકા ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાતા રોકાણકારોની વધતી ચિંતા વચ્ચે આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો. મુખ્ય સૂચકાંકોમાં અસ્થિરતા જોવા મળી હતી અને રોકાણકારો વચ્ચે સાવચેતીનો માહોલ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો, ઊર્જા બજારમાં વધતી અસ્થિરતા અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી બજાર પર દબાણ ઊભું કરતી જોવા મળી હતી. મોટા કેપ શેરો ઉપરાંત મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં પણ ઉતાર-ચઢાવ નોંધાયો હતો. ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાનું યુદ્વ વિરોધાભાસી અહેવાલો વચ્ચે વકરી રહ્યું હોઈ સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસ થકી થતાં વહનને અટકાવી દેવાતાં અને ઘણા જહાજોને નિશાન બનાવાઈ રહ્યા હોઈ ભારત સહિત ઘણા દેશોમાં એલપીજી-ફયુલ ક્રાઈસીસ વિકરાળ બનવા લાગતાં વૈશ્વિક ફંડોએ ઉચાળા ભરવા લાગી સતત ધૂમ વેચવાલી કરતાં વધુ ગાબડાં પડયા હતા. ભારતના જહાજોને સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસથી પસાર થવા દેવા માટે ઈરાન સાથે સરકારની વાટાઘાટ થઈ રહ્યાના અહેવાલ છતાં યુદ્વ મોરચે ભારત આવી રહેલા ખાદ્યતેલના એક જહાજ પર થયેલા હુમલા અને વકરતી યુદ્વ પરિસ્થિતિએ દેશભરમાં રાંધણ ગેસ-એલપીજીના પુરવઠાની કટોકટી સર્જાવા લાગતાં શેરોમાં સતત અંધાધૂંધ વેચવાલીએ રોકાણકારોનું પતન થતું જોવાયું હતું. ફયુલના ભાવમાં વધારા સાથે પુરવઠો ખોરવાઈ રહ્યો હોઈ ઓટોમોબાઈલ શેરોમાં ધૂમ વેચવાલી સાથેબેંકિંગ, હેલ્થકેર શેરોમાં ફંડોનું ઓફલોડિંગ થયું હતું. છેલ્લા પાંચ દિવસ દરમિયાન બજાર ક્યારેક રિકવરી દર્શાવતું તો ક્યારેક વેચવાલીના દબાણ હેઠળ આવતું રહ્યું હતું. શરૂઆતના દિવસોમાં મર્યાદિત ખરીદી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ કેટલાક સેક્ટરમાં નફાવસૂલ પ્રવૃત્તિ વધતા બજાર પર દબાણ વધ્યું હતું. ખાસ કરીને બેન્કિંગ, આઈટી અને મેટલ સેક્ટરમાં નોંધાયેલા ઘટાડાએ મુખ્ય સૂચકાંકોને અસર કરી હતી. બીજી તરફ એફએમસીજી અને ફાર્મા સેક્ટરના સ્ટોક્સમાં મર્યાદિત સ્થિરતા જોવા મળી હતી. માર્કેટ બ્રેડ્થ છેલ્લા પાંચ દિવસમાં બજારની બ્રેડ્થ મોટાભાગે નકારાત્મક રહી હતી. ઘણા ટ્રેડિંગ સેશનમાં ઘટતા શેરોની સંખ્યા વધતા શેરોની સરખામણીએ વધારે રહી હતી, જે બજારમાં વ્યાપક વેચવાલી દર્શાવે છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો નોંધાતા રોકાણકારો જોખમવાળા સેગમેન્ટમાં સાવચેત બનતા જોવા મળ્યા હતા. તેજી માટે જવાબદાર પરિબળો બજારમાં વ્યાપક નબળાઈ હોવા છતાં કેટલાક સકારાત્મક પરિબળોએ બજારને મર્યાદિત સપોર્ટ પૂરો પાડ્યો હતો. એફેમસીજી અને ફાર્મા જેવા ડિફેન્સિવ સેક્ટરમાં પસંદગી આધારિત ખરીદી નોંધાઈ હતી. સ્થાનિક અર્થવ્યવસ્થાની મજબૂત વૃદ્ધિ, લાંબા ગાળાના રોકાણકારો દ્વારા વેલ્યુ બાયિંગ તથા કેટલાક સ્ટોક્સમાં કરેકશન બાદ મળેલી ખરીદીના કારણે બજારમાં ઘટાડો વધુ ઊંડો બનતા અટક્યો હતો. મંદીના મુખ્ય કારણો બજારમાં નબળાઈ માટે અનેક પરિબળો જવાબદાર રહ્યા હતા. વૈશ્વિક બજારોમાં વધતી અસ્થિરતા, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી બજાર પર દબાણ ઊભું કરી રહી છે. ઉપરાંત કેટલાક સેક્ટરમાં ઊંચા મૂલ્યાંકનને કારણે રોકાણકારો દ્વારા નફાવસૂલ પ્રવૃત્તિ પણ નોંધાઈ હતી. જીઓ-પોલિટિકલ તણાવ પણ બજારના સેન્ટિમેન્ટને અસર કરી રહ્યો છે. વૈશ્વિક બજારોની અસર વૈશ્વિક બજારોમાં જોવા મળેલા મિશ્ર ટ્રેન્ડનો સીધો પ્રભાવ ભારતીય શેરબજાર પર પડ્યો હતો. અમેરિકન, યુરોપિયન તથા એશિયન બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળતા ઉભરતા બજારોમાં રોકાણકારોની સાવચેતી વધતી જોવા મળી હતી. મોંઘવારીના આંકડા, વ્યાજદરની નીતિ અને ઊર્જા બજારમાં અસ્થિરતા વૈશ્વિક રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી રહ્યા છે.તાજેતરના વૈશ્વિક વિકાસ મુજબ ઊર્જા સપ્લાય સંબંધિત ચિંતાઓ અને જીઓ-પોલિટિકલ તણાવ વૈશ્વિક બજારો માટે પડકારરૂપ બની રહ્યા છે. કેટલાક મોટા અર્થતંત્રોમાં આર્થિક વૃદ્ધિ ધીમી પડવાના સંકેતો પણ જોવા મળ્યા છે, જેના કારણે વૈશ્વિક વેપાર પ્રવૃત્તિમાં અનિશ્ચિતતા વધતી જોવા મળી રહી છે. સેક્ટરવાઇઝ થયેલી મૂવમેન્ટ છેલ્લા પાંચ દિવસ દરમિયાન વિવિધ સેક્ટરમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. બેન્કિંગ, આઈટી અને મેટલ સેક્ટરમાં નરમાઈ નોંધાઈ હતી, જ્યારે ઓટો સેક્ટરમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. બીજી તરફ એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં મર્યાદિત સ્થિરતા તથા પસંદગી આધારિત તેજી જોવા મળી હતી. કોમોડિટી બજાર અપડેટ છેલ્લા પાંચ દિવસ દરમિયાન કોમોડિટી બજારમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ગોલ્ડમાં સલામત રોકાણ તરીકે માંગમાં વધારો નોંધાયો હતો, જ્યારે સિલ્વરમાં મિશ્ર ચળવળ જોવા મળી હતી. બેઝ મેટલ્સમાં વૈશ્વિક માંગમાં નબળાઈને કારણે દબાણ જોવા મળ્યું હતું. બીજી તરફ જીઓ-પોલિટિકલ તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નોંધાયો હતો. કોમોડિટી બજારમાં થતા ફેરફારો વૈશ્વિક અર્થવ્યવસ્થા અને શેરબજાર બંનેને અસર કરી રહ્યા છે. આગામી ટ્રેન્ડ વૈશ્વિક સ્તરે અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધતા તણાવ તેમજ ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તીવ્ર ઉછાળાને કારણે બજારમાં અનિશ્ચિતતા વધી છે. આવી પરિસ્થિતિમાં આગામી ટ્રેડિંગ સેશન્સ દરમિયાન ભારતીય શેરબજારમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે. ઊર્જા બજારમાં વધતા ભાવો ઇન્ફ્લેશન અંગેની ચિંતાઓ ઊભી કરી શકે છે, જેના કારણે રોકાણકારો સાવચેતીપૂર્વક ટ્રેડિંગ કરતા જોવા મળી શકે છે.જો વૈશ્વિક જીઓ-પોલિટિકલ તણાવમાં ઘટાડો થશે અને ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર થશે તો બજારમાં ટૂંકા ગાળે સ્થિરતા જોવા મળી શકે છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારોમાં અસ્થિરતા ચાલુ રહેશે તો ભારતીય શેરબજારમાં પણ ઉતાર-ચઢાવ વધવાની શક્યતા છે. આવી સ્થિતિમાં રોકાણકારો સામાન્ય રીતે ડિફેન્સિવ સેક્ટર તરફ વળે છે અને પસંદગી આધારિત રોકાણની વ્યૂહરચના અપનાવતા જોવા મળે છે. આગામી દિવસોમાં બજારની દિશા મુખ્યત્વે વૈશ્વિક બજારોની ચાલ, ક્રૂડ ઓઈલના ભાવ, મોંઘવારી અને વ્યાજદર સંબંધિત આંકડા તેમજ વિદેશી સંસ્થાગત રોકાણકારોની ગતિવિધિ પર આધારિત રહેશે. જો વૈશ્વિક અસ્થિરતા યથાવત રહેશે તો ટૂંકા ગાળે બજારમાં વોલેટિલિટી ચાલુ રહેવાની સંભાવના છે.કુલ મળીને છેલ્લા પાંચ દિવસ દરમિયાન ભારતીય શેરબજારમાં અસ્થિરતા અને નબળાઈનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. વૈશ્વિક પરિબળો, સંસ્થાગત વેચવાલી અને નફાવસૂલ પ્રવૃત્તિ બજાર પર દબાણ ઊભું કરી રહ્યા છે. તેમ છતાં લાંબા ગાળે ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ અને વિકાસની સંભાવનાઓ બજાર માટે સકારાત્મક માનવામાં આવે છે, તેથી રોકાણકારોએ સાવચેતીપૂર્વક અને પસંદગી આધારિત રોકાણની વ્યૂહરચના અપનાવવી યોગ્ય રહેશે. Shutterstock સેક્ટર અને કોમોડિટી અપડેટ સેક્ટર: બેન્કિંગ, આઈટી, ઓટો અને મેટલ સેક્ટરમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. કોમોડિટી: વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ગોલ્ડ (Gold) માં 'સેફ હેવન' તરીકે માંગ વધી છે, જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ વધતા મોંઘવારીની ચિંતા વધી છે. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23228 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23373 પોઇન્ટના પ્રથમ અને 23404 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23180 પોઇન્ટથી 23088 પોઇન્ટ, 23008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 23404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી...!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ભારતી ઐરટેલ ( 1806 ) :- હાલનો ભાવ રૂ.1773 આસપાસ. રૂ.1760 ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1823 થી રૂ.1830 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1838 ઉપર તેજી તરફી ધ્યાન...!! એચસીએલ ટેકનોલોજી ( 1318 ) :- રૂ.1297 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.1290 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1334 થી રૂ.1340 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ઈન્ફોસીસ લીમીટેડ ( 1255 ) :- રૂ.1230 નો પ્રથમ તેમજ રૂ.1218 બીજા સપોર્ટથી રૂ.1267 થી રૂ.1280 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! સેમિન્ડિયા પ્રોજેક્ટ્સ ( 545 ) :- હાલનો ભાવ રૂ.523 આસપાસ. રૂ.505 ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.558 થી રૂ.570 ની ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.577 ઉપર તેજી તરફી ધ્યાન...!!!
    Click here to Read More
    Previous Article
    ‘I love being babied by my guy’: Priyanka Chopra on vulnerability in relationships; experts’ take on emotional safety between partners
    Next Article
    રિટાયર્ડ ડીજીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:ઘરઘાટીએ વતનમાં રોલો પાડવા પિસ્ટલની ચોરી કરી રાજસ્થાન જતો રહ્યો હતો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment