Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધુ 1111 હનુમાનજી મંદિર નિર્માણની જાહેરાત:સુરતમાં પૂર્વ રાષ્ટ્રપતિ, રાજ્યપાલની હાજરીમાં સાંસદ ગોવિંદ ધોળકિયાનું સન્માન, સમાજને કુરીતિઓમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય

    8 hours ago

    સુરતના વરિયાવ સ્થિત કલાકૃતિ લોન ખાતે દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં આયોજિત સમારોહમાં શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (SRKKF)ના નેજા હેઠળ દંડકારણ્યની ભૂમિ ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિર અને હનુમાન ભવન (કોમ્યુનિટી હોલ) નિર્માણ કરવાનો પવિત્ર સંકલ્પ કરનાર રાજ્યસભા સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું મહાનુભાવો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ તકે ગોવિંદ ધોળકિયાએ ડાંગથી આગળ વધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં વધુ 1111 હનુમાનજી મંદિર નિર્માણની જાહેરાત કરતા તેમના આ પવિત્ર સંકલ્પને ઉપસ્થિત પૂર્વ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિત તમામ મહાનુભાવોએ હર્ષનાદ સાથે વધાવવામાં આવ્યા હતા. આધ્યાત્મિક વિચારો જ સમાજને કુરીતિઓમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવે છેઃ રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોવિંદ ધોળકિયાના સેવાકીય અભિગમને બિરદાવતા કહ્યું હતું કે, "ધર્મો રક્ષતિ રક્ષિતઃ" ના સૂત્રને ચરિતાર્થ કરતા આ કાર્યથી આવનારી પેઢીને સંસ્કાર અને માર્ગદર્શન મળશે. ગોવિંદભાઈ અને તેમની સહયોગી દાતા ટીમ દ્વારા સંસ્કૃતિના સંવર્ધન માટે કરવામાં આવતું કાર્ય અભિનંદનીય છે. દિવાસી વિસ્તારોમાં નિર્મિત હનુમાનજી મંદિરો માત્ર સિમેન્ટ-કોંક્રિટના ભવનો નથી, પરંતુ તે વિચારોની અગ્નિ અને જ્ઞાનના પ્રકાશ કેન્દ્રો બન્યા છે. આદિવાસી વિસ્તારોમાં હનુમાન મંદિર પરિસરમાં થતા ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોને કારણે નવી પેઢી વ્યસનોથી મુક્ત થઈ રહી છે અને ભારતીય જીવનમૂલ્યો તરફ વળી રહી છે. આધ્યાત્મિક વિચારો જ સમાજને કુરીતિઓમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. ‘નમ્રતા અને સેવાભાવ જ માનવીને આદર અપાવે છે’ વધુમાં રાજ્યપાલે જણાવ્યું કે, સુકા લાકડા જેવી જડતા ક્યારેય ટકી શકતી નથી, પરંતુ નમ્રતા અને સેવાભાવ જ માનવીને આદર અપાવે છે. રાજ્ય સરકારે ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કર્યો છે, ત્યારે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી દ્વારા આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. 311 મંદિરોમાંથી 200નું નિર્માણ પૂર્ણઃ ગોવિંદ ધોળકિયા 311 મંદિર નિર્માણનો સંકલ્પ લેનાર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, સહયોગી દાતાઓના ટીપમાં 200 પરિવારો મંદિર નિર્માણના યજ્ઞમાં જોડાઈ ગયા છે. 311 મંદિરો પૈકી 200 મંદિરોનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં 175 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ ચૂકી છે. હનુમાન મંદિર નિર્માણના પ્રેરણામૂર્તિ ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના સંસ્થાપકશ્રી પી.પી.સ્વામીજીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં મંદિર નિર્માણના યજ્ઞ સમાન કાર્યની રૂપરેખા આપી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ડાંગના ગામેગામ હનુમાનજી ભવનના લોકાર્પણઃ રાકેશ દુધાત દાતા અને અગ્રણી ઉદ્યોગપતિ રાકેશ દુધાતે હતું કે, 2017માં પૂ. પી.પી. સ્વામીજી અને ગોવિંદકાકાના ડાંગ પ્રવાસ દરમિયાન થયેલી ચર્ચા અને આસ્થાના પરિપાક રૂપે 311 હનુમાન મંદિર નિર્માણ ભગીરથ કાર્યનો આરંભ થયો છે. જે અંતર્ગત ડાંગના ગામેગામ હનુમાનજી ભવનના લોકાર્પણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ઉજવાઈ રહ્યા છે. આ વેળાએ રામનાથ કોવિંદના હસ્તે શ્રીમદ્દ ભાગવત ગીતાના આદર્શ જીવનસંદેશને જન જન સુધી લઈ જવા માટે શ્રી ગીતા જ્ઞાન રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રિટાયર્ડ ડીજીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:ઘરઘાટીએ વતનમાં રોલો પાડવા પિસ્ટલની ચોરી કરી રાજસ્થાન જતો રહ્યો હતો
    Next Article
    Iran Arrests Dozens Of People Accused Of 'Spying' For Israel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment