Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેંદરડા રાજકારણમાં જ્ઞાતિવાદનો ગંભીર આક્ષેપ:બે દલિત પ્રમુખોને ટર્મ પૂરી થાય તે પહેલા પદ છોડવા મજબૂર કરાયા, અનુ . જાતિ સમાજના પ્રમુખનો જિ.પં. પ્રમુખ સામે મોરચો

    12 hours ago

    જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો જ્ઞાતિવાદ અને ભેદભાવનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. ગતરોજ મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશનભાઈ મનસુખભાઈ માકડીયાએ તેમની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવાના માત્ર ત્રણ દિવસ પહેલા જ પદ પરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને પગલે જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાન મુછડિયાએ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર પર ગંભીર આક્ષેપો કરી રાજકારણ ગરમાવ્યું હતું. ​હરેશ ઠુંમર પર જ્ઞાતિવાદના ગંભીર આક્ષેપો અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાનભાઈ મુછડિયાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરે હંમેશા દલિત પ્રતિનિધિઓ પ્રત્યે ભેદભાવભર્યું વલણ રાખ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાંથી માત્ર મેંદરડામાં જ દલિત પ્રમુખ હોવાથી હરેશ ઠુંમરે તેમને વહીવટ કરવા દીધો ન હતો. દેવદાનભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપના સંસ્કારો વિરુદ્ધ જઈને એક નાના પરિવારના દલિત દીકરાને રાજીનામું આપવા સુધી મજબૂર કરવામાં આવ્યા હતા. આ મામલે તેમણે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને લેખિત ફરિયાદ કરી આગામી ચૂંટણીમાં હરેશ ઠુંમરની ટિકિટ કાપવાની પણ માંગ કરી હતી.આ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરે હરેશ ઠુંમર સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા તેમને તેનો કોલ રીસીવ કર્યો ન હતું. ​અધિકારીઓના અસહકારથી પ્રમુખે છોડ્યું હતું પદ રાજીનામું આપતી વખતે જયકિશનભાઈ માકડીયાએ અત્યંત આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું હતું કે, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને બાંધકામ શાખાના ઇજનેર દ્વારા તેમની સાથે સતત જ્ઞાતિવાદ આધારિત ભેદભાવ રાખવામાં આવતો હતો. પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે તેઓ અનુસૂચિત જાતિના હોવાથી સવર્ણ અધિકારીઓ તેમનું વર્ચસ્વ સ્વીકારતા નહોતા અને વિકાસના કામોમાં જાણીજોઈને અડચણો ઊભી કરતા હતા. ​વારંવાર આયોજન બેઠકો રદ કરાતી હતી વહીવટી તંત્રની મનસ્વીતાનું ઉદાહરણ આપતા પ્રમુખે જણાવ્યું હતું કે, 9 સપ્ટેમ્બર 2025ની બેઠકમાં તેઓ હાજર હોવા છતાં મિનિટબુકમાં તેમની સહીઓ છેકી નાખી તેમને ગેરહાજર બતાવાયા હતા. ત્યારબાદ 26 ફેબ્રુઆરી 2026 અને 16 માર્ચ 2026ની નિર્ધારિત આયોજન બેઠકો પણ કોઈને કોઈ બહાના હેઠળ ટેલિફોનિક જાણ કરી રદ કરી દેવામાં આવી હતી. આ પ્રકારના સતત અપમાનથી કંટાળીને અંતે તેમણે પદત્યાગ કર્યો હતો. ​મેંદરડામાં અગાઉ પણ દલિત મહિલા પ્રમુખે આપ્યું હતું રાજીનામું આ પંચાયતમાં વિવાદનો ઈતિહાસ જૂનો રહ્યો છે. જયકિશનભાઈ પહેલા 26 જુલાઈ 2024ના રોજ મેંદરડા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ દયાબેન મકવાણાએ પણ ટર્મ પૂરી થાય તે પહેલા જ રાજીનામું આપી દીધું હતું. તે સમયે દયાબેનના પતિ દીપકભાઈ મકવાણાએ આક્ષેપ કર્યો હતો કે અનુસૂચિત જાતિના હોવાને કારણે રાજકીય હોદ્દેદારો દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આમ, મેંદરડામાં સતત બે દલિત પ્રમુખોને રાજકીય કિન્નાખોરીનો ભોગ બનવું પડ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગોપાલ ઇટાલિયાની હાજરીમાં રસપ્રદ ટિપ્પણી:AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું-ત્યાં ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ
    Next Article
    બ્રહ્મ સમાજની અનોખી પહેલ:900થી વધુ દીકરીઓને 'બેહદ' ફિલ્મ બતાવી 'લવ-જિહાદ' અને છેતરપિંડી સામે જાગૃત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment