Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોપાલ ઇટાલિયાની હાજરીમાં રસપ્રદ ટિપ્પણી:AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું-ત્યાં ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ

    9 hours ago

    ગાંધીનગરમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન એક હળવી અને રસપ્રદ ઘટના સામે આવી હતી. વિધાનસભા પરિસરમાં રાજકીય ચર્ચાઓ વચ્ચે થોડા સમય માટે હાસ્યનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ગોપાલ ઇટાલિયા પોતાના સમર્થકો સાથે વિધાનસભા પરિસરમાં ચર્ચા કરી રહ્યા હતા અને તેમને વિધાનસભા તેમજ સચિવાલય અંગે માહિતી આપી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પસાર થઈ રહ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ પોતાના સમર્થકોને કિરીટ પટેલનો પરિચય કરાવ્યો. પરિચય બાદ એક AAP સમર્થકે હળવા અને મજાકીય અંદાજમાં કિરીટ પટેલને કહ્યું કે, ત્યાં ફાવતું ન હોય તો આમ આદમી પાર્ટીમાં આવી જાવ ને... સમર્થકની આ ટિપ્પણી સાંભળતા જ ત્યાં હાજર લોકોમાં હાસ્ય ફરી વળ્યું. ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ તરત જ હળવી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અરે ભાઈ, એવું ના હોય... તેમના આ જવાબ પછી વાતચીત વધુ હળવા માહોલમાં આગળ વધી. વિધાનસભા સત્ર દરમિયાન સામાન્ય રીતે રાજકીય ગરમાવો જોવા મળતો હોય છે, પરંતુ આ પ્રકારની હળવી ઘટના થોડો સમય માટે વાતાવરણને હળવું બનાવી દેતી હોય છે. આ ઘટનાએ પણ વિધાનસભા પરિસરમાં થોડો સમય માટે હાસ્યનો માહોલ સર્જ્યો હતો અને ત્યાં હાજર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની હતી.
    Click here to Read More
    Previous Article
    Pakistan vs Bangladesh 3rd ODI, Live Cricket Score: Salman Agha slams 50, PAK 184/6 (Target 291) vs BAN in Dhaka
    Next Article
    મેંદરડા રાજકારણમાં જ્ઞાતિવાદનો ગંભીર આક્ષેપ:બે દલિત પ્રમુખોને ટર્મ પૂરી થાય તે પહેલા પદ છોડવા મજબૂર કરાયા, અનુ . જાતિ સમાજના પ્રમુખનો જિ.પં. પ્રમુખ સામે મોરચો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment