Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુંડ પકડવાની આડમાં ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગ ઝડપાઈ:બનાસકાંઠાના 5 સહિત 10 ગુના ઉકેલાયા, ₹4 લાખનો મુદ્દામાલ કબજે

    7 hours ago

    બનાસકાંઠામાં બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરતી જુગલસિંગ ચીકલીગર ગેંગ ઝડપાઈ છે. આ ગેંગ ભુંડ પકડવાના બહાને દિવસ દરમિયાન ગામડાંઓમાં ફરી બંધ મકાનોની રેકી કરતી અને રાત્રે ચોરી કરતી હતી. એલસીબી પાલનપુર અને પાંથાવાડા પોલીસે જસપાલસિંગ ચીકલીગર અને શેટ્ટીસિંગ ચીકલીગર નામના બે આરોપીઓને ઝડપ્યા છે. તેમની પાસેથી સોનાના દાગીના, મોટરસાઇકલ અને તાળાં તોડવાનાં સાધનો સહિત રૂ.4,00,250નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મુખ્ય સૂત્રધાર જુગલસિંગ હજુ ફરાર છે. આરોપીઓ ભુંડ પકડવાના બહાને ફરતા અને બંધ મકાનોની રેકી કરતા હતા. રાત્રે તાળાં તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરતા હતા. પૂછપરછમાં બનાસકાંઠાના પાંચ સહિત રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં થયેલી કુલ 10 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. ફરાર જુગલસિંગ અગાઉ 25થી વધુ ચોરી-લૂંટના ગુનાઓમાં સંડોવાયેલો છે. તેને ઝડપવા તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં રાજકીય ગરમાવો:ભાજપના બે અને AAPના એક નેતા કોંગ્રેસના સંપર્કમાં હોવાનો પૂર્વ MLA ઋત્વિક મકવાણાનો દાવો, સોશિયલ મીડિયા પોસ્ટથી ચર્ચા તેજ
    Next Article
    માથા પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું, સ્થળે જ મોત:GSFC કંપનીના ગેટ પાસે એક્ટિવા ચાલકને ડમ્પરે અડફેટે લીધો, રોડ પર વાહન મુકીને ડ્રાઈવર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment