Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોરાવરનગરમાં બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા:સમાજ સેવકો અને પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

    11 hours ago

    જોરાવરનગર સમશાનભૂમિ ખાતે એક બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમાજ સેવકો અને પોલીસની હાજરીમાં આ માનવતાભર્યું કાર્ય સંપન્ન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, 6 માર્ચ, 2026ના રોજ જોરાવરનગરની ઉપાસના હોસ્પિટલ નજીકથી પોલીસને આ મૃતદેહ મળ્યો હતો. મૃતદેહની ઓળખ માટે ઘણા દિવસો સુધી તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેના કોઈ પરિવારજન કે ઓળખાણ મળી શકી ન હતી.આખરે, કોઈ વારસદાર ન મળતા, 15 માર્ચ, 2026ના રોજ જોરાવરનગર સમશાનભૂમિ ખાતે માનવતાના ધોરણે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવાયો. આ સેવાકાર્યમાં એ.એસ.આઈ. મુળજીભાઈ મકવાણા, સમાજ સેવક દુષ્યંતભાઈ આચાર્ય, નાનાભા જાડેજા, મહેશભાઈ મેટાલિયા, વાયરલેસ વિભાગના વી.ડી. ઝાલા અને એડવોકેટ રુસ્તમભાઈ પીલુડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ તમામ વ્યક્તિઓએ બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરીને સમાજમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ફિલ્મી ઢબે દારૂ ભરેલી બ્રેઝા કાર સાથે એકની ધરપકડ:ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની શાહપુર બ્રિજ પાસે રેડ; એક આરોપી અંધારાનો લાભ લઈ ફરાર
    Next Article
    પાટણમાં ચેટીચાંદ પર્વ નિમિત્તે સિંધી સમાજની ઝૂલેલાલ બાઈકયાત્રા:'આયો લાલ ઝૂલેલાલ'ના નાદ સાથે શ્રદ્ધાળુઓ શહેરના માર્ગો પર ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment