Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફિલ્મી ઢબે દારૂ ભરેલી બ્રેઝા કાર સાથે એકની ધરપકડ:ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની શાહપુર બ્રિજ પાસે રેડ; એક આરોપી અંધારાનો લાભ લઈ ફરાર

    10 hours ago

    ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે મોડી સાંજે ફતેપુરા ત્રણ રસ્તા પાસેના ખુલ્લા ખેતરમાંથી 21 જુગારીને 21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા પછી આજે સવારે શાહપુરબ્રિજ નજીકથી દારૂની હેરાફેરીનો પણ પર્દાફાશ કર્યો છે. એલસીબીએ ચિલોડાથી અમદાવાદ તરફ દારૂ ભરેલી ગાડી જવાની બાતમીના આધારે વોચ ગોઠવી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે 8.10 લાખનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાર રોકવાનું કહેતા આરોપીએ ભગાવી આ અંગેની મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ ઈન્દ્રોડા સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની સફેદ કલરની વિટારા બ્રેઝા નંબર RJ-23-CC-5327માં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેના પગલે એલસીબી ટીમે વોચ ગોઠવી ગાડીને ઉભી રાખવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ભગાવી હતી. જેના પગલે ટીમે ખાનગી વાહનોમાં પીછો કરતા શાહપુર બ્રિજ પાસે સર્વિસ રોડ પર પટેલ આઈસ્ક્રીમ શોપ નજીક ગાડીને કોર્ડન કરી લીધી હતી. એક આરોપી કારમાંથી ફરાર આ દરમિયાન મુખ્ય આરોપી નરૂ ઉર્ફે કાળિયો (રહે. બુબી, રાજસ્થાન) અંધારાનો લાભ લઈ ચાલુ ગાડીએ ઉતરીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બાદમાં પોલીસે ગાડીમાં તપાસ કરતા ડ્રાઈવર સીટ પર બેઠેલા કરણકુમાર નવીનભાઈ પારઘી (રહે. અણસોલ, શામળાજી)ને ઝડપી લીધો હતો. દારૂ સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્ત આ અંગે એલસીબી પીઆઇ દિવાનસિંહ વાળાએ કહ્યું કે, ગાડીની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 376 બોટલો અને બીયરના ટીન મળી કુલ રૂ. 2,95,210નો જથ્થો મળી આવ્યો છે. જેના પગલે દારૂની હેરાફેરીમાં વપરાયેલ રૂ. 5,00,000ની વિટારા બ્રેઝા ગાડી અને રૂ. 15,000નો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 8,10,210નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ફરાર આરોપી સહિતનાની શોધખોળ શરૂ કરી આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો નરૂ ઉર્ફે કાળિયો લાવ્યો હતો અને રતનપુર બોર્ડરથી કરણકુમારને સાથે રાખી અમદાવાદમાં કોઈને સપ્લાય કરવાનો હતો. પોલીસે આ મામલે પકડાયેલ આરોપી, ફરાર આરોપી, ગાડીના માલિક અને દારૂ મંગાવનાર અને મોકલનાર તમામ વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ મથકના ગુનો દાખલ કરવામાં આવ્યો છે .
    Click here to Read More
    Previous Article
    વધુ એક મંદિર બન્યું અસામાજિક તત્ત્વોનો અડ્ડો:સ્થાનિક સ્વરાજ પહેલા ભાજપ-કોંગ્રેસમાં ભડકો, પાંચ શખ્સોએ સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું
    Next Article
    જોરાવરનગરમાં બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા:સમાજ સેવકો અને પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment