Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ચેટીચાંદ પર્વ નિમિત્તે સિંધી સમાજની ઝૂલેલાલ બાઈકયાત્રા:'આયો લાલ ઝૂલેલાલ'ના નાદ સાથે શ્રદ્ધાળુઓ શહેરના માર્ગો પર ઉમટ્યા

    13 hours ago

    પાટણ શહેરમાં ચેટીચાંદ પર્વ નિમિત્તે વહે ગુરુ ગ્રુપ સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલની બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ યાત્રા ચાચરીયા વિસ્તારમાં આવેલા ભગવાન ઝૂલેલાલના મંદિરથી પ્રસ્થાન થઈ હતી. યાત્રાના પ્રારંભે ભક્તો દ્વારા 'આયો લાલ ઝૂલેલાલ'ના જયઘોષ કરવામાં આવ્યા હતા, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે લીમડીચોક, નગરપાલિકા રોડ, ફત્તેસિંહરાવ લાયબ્રેરી, મદારસા, ત્રણ દરવાજા, દોશીવટ, હિંગળાચાચર અને બગવાડા દરવાજા થઈને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ - ખાડીયા મુકામે સમાપ્ત થશે. માર્ગમાં આવતા વિવિધ વિસ્તારોમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં સિંધી સમાજના યુવાનો, વડીલો અને શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે પોતાની બાઈક સાથે જોડાયા હતા. પરંપરાગત ઉત્સાહ અને આસ્થા સાથે નીકળેલી આ રેલીએ શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું અને પર્વની ઉજવણીમાં લોકો સહભાગી થયા હતા.
    Click here to Read More
    Previous Article
    જોરાવરનગરમાં બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા:સમાજ સેવકો અને પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
    Next Article
    6 PM Gujarati News LIVE | 6 વાગ્યાના ગુજરાતના મોટા સમાચાર | Fatafat Latest News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment