Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં ભારતીય મજદૂર સંઘનું જિલ્લા સંમેલન:નવા હોદ્દેદારોની જાહેરાત, કર્મચારીઓ દ્વારા પ્રશ્નોની રજૂઆતની તૈયારી

    11 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં ભારતીય મજદૂર સંઘનું જિલ્લા કક્ષાનું સંમેલન પ્રાચી ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં ભારતીય મજદૂર સંઘના ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી નાના ગીરધર પાટીલ અને પ્રદેશ સંગઠન મંત્રી કરસનભાઈ કટારીયા ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં જિલ્લાના છ તાલુકાઓમાંથી આંગણવાડી કાર્યકરો, આશા વર્કર બહેનો અને વિવિધ ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લા મજદૂર સંઘની નવી કારોબારીની રચના કરીને વિવિધ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી. નવી કારોબારીમાં જિલ્લા પ્રમુખ તરીકે વિજયભાઈ મેરામણભાઈ કાછેલા (GHCL, સુત્રાપાડા)ની નિમણૂક કરાઈ છે. ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ આર. વંસ (સૌરાષ્ટ્ર સિમેન્ટ, મોરાસા), જસુભા પી. જાડેજા (શ્રી સોમનાથ ટ્રસ્ટ, પાટણ), અસલમખાન બી.સી.ટી. (મૂળદ્વારકા, કોડીનાર), કંચનબેન આર. ગોસ્વામી અને પ્રતાપભાઈ કે. ખેર (સૌરાષ્ટ્ર સિમેન્ટ, મોરાસા)ની પસંદગી થઈ છે. જિલ્લા મંત્રી તરીકે પ્રતાપભાઈ મેરામણભાઈ કટારીયા, સહમંત્રી તરીકે નિલેશ છોટુપ્રસાદ મહેતો, સંગઠન મંત્રી તરીકે રામપાલ એમ. સોની અને અરજણભાઈ હરદાસભાઈની નિમણૂક કરવામાં આવી છે. કોષાધ્યક્ષ તરીકે જયેશ રામજીભાઈ દેવડીયા (રેયોન ફેક્ટરી, વેરાવળ) અને કાર્યાલય મંત્રી તરીકે મુન્સીરામ સૈની (રેયોન, વેરાવળ)ની પસંદગી કરાઈ છે. આ સંમેલનમાં ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય કર્મચારી સંઘ અને આંગણવાડી કર્મચારી સંઘના નવા હોદ્દેદારોની પણ જાહેરાત થઈ. આરોગ્ય કર્મચારી સંઘમાં ગુજરાત પ્રદેશ આશા કર્મચારી મહાસંઘના મહામંત્રી તરીકે વેરાવળના નયનાબેન પરમારની પસંદગી કરાઈ. જિલ્લા પ્રમુખ તરીકે કુસુમબેન વંસ અને જિલ્લા મંત્રી તરીકે હંસાબેન વિસાવાડિયા સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘમાં પ્રમુખ તરીકે હંસાબેન સોલંકી (ઉના) અને જિલ્લા મંત્રી તરીકે કંચનબેન ગોસ્વામી (કોડીનાર) સહિત અન્ય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી. સંમેલનમાં વિવિધ ક્ષેત્રના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા થઈ. આગામી દિવસોમાં કર્મચારીઓના હિત અને સમસ્યાઓના ઉકેલ માટે સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાની વ્યૂહરચના પણ ઘડવામાં આવી. પ્રદેશ મંત્રી નાના ગીરધર પાટીલે સંમેલનને સંબોધતા કર્મચારીઓને વધુ સંગઠિત બની પોતાના હકો માટે લડત આપવા આહ્વાન કર્યું. તેમણે ખાતરી આપી કે આવનારા સમયમાં સંગઠન વધુ મજબૂત બની કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે સક્રિય રીતે કાર્ય કરશે.
    Click here to Read More
    Previous Article
    હવે ગેસ એજન્સીઓ પર મહેસૂલી કર્મી-પોલીસનો પહેરો:હોટલ-રેસ્ટોરન્ટમાંથી 30 ઘરેલું ગેસ સિલિન્ડર કબ્જે, ગોંડલમાં એક ઘરમાંથી 38 ખાલી બાટલા જપ્ત
    Next Article
    સુરેન્દ્રનગરમાં નિવૃત્ત અધિકારીના ખાતામાંથી ₹10.69 લાખ ઉપડ્યા:પેન્શનના બહાને સાયબર ગઠિયાઓએ છેતરપિંડી આચરી, ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment