Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં નિવૃત્ત અધિકારીના ખાતામાંથી ₹10.69 લાખ ઉપડ્યા:પેન્શનના બહાને સાયબર ગઠિયાઓએ છેતરપિંડી આચરી, ફરિયાદ નોંધાઈ

    10 hours ago

    સુરેન્દ્રનગરમાં સાયબર છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક નિવૃત્ત વીજ અધિકારીએ ₹10.69 લાખ ગુમાવ્યા છે. 77 વર્ષીય વૃદ્ધને પેન્શન માટે હયાતીનું પ્રમાણપત્ર જનરેટ કરવાના બહાને નિશાન બનાવવામાં આવ્યા હતા. તા. 20 નવેમ્બર, 2025ના રોજ, વૃદ્ધના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં પંજાબ નેશનલ બેંકનો સિમ્બોલ હતો અને પેન્શન માટે હયાતીનું પ્રમાણપત્ર જનરેટ કરવાનું કહેવામાં આવ્યું હતું. નિવૃત્ત કર્મચારીઓને દર નવેમ્બરમાં આવા પ્રમાણપત્રની જરૂર પડતી હોવાથી, તેમણે તેને બેંકની ઓનલાઈન સુવિધા સમજીને વોટ્સએપ કોલ દ્વારા સંપર્ક કર્યો હતો. કોલ પર 'આશિષ' નામના વ્યક્તિએ વાત કરી હતી. તેણે વૃદ્ધને એક APK ફાઇલ મોકલી અને તેને ઓપન કરીને જરૂરી વિગતો ભરવા જણાવ્યું હતું. વૃદ્ધે સૂચના મુજબ વિગતો ભરી દીધી હતી.વિગતો ભર્યા પછી લાંબા સમય સુધી તેમનું પ્રમાણપત્ર જનરેટ થયું ન હતું. આ દરમિયાન, તેમના બેંક ખાતામાંથી બે વાર ₹5 લાખ, ₹47,500, ₹9,000 અને ₹13,000 એમ કુલ ₹10,69,500 ઉપડી ગયા હતા. આ છેતરપિંડીનો અહેસાસ થતાં, વૃદ્ધે અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ₹10,69,500ની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પીઆઈ આર.એમ. સંગાડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં ભારતીય મજદૂર સંઘનું જિલ્લા સંમેલન:નવા હોદ્દેદારોની જાહેરાત, કર્મચારીઓ દ્વારા પ્રશ્નોની રજૂઆતની તૈયારી
    Next Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરામાં મરડેશ્વર મહાદેવના દર્શન કર્યા:રાજ્યની પ્રગતિ અને જનતાની સુખ-શાંતિ માટે પ્રાર્થના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment