Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે ગેસ એજન્સીઓ પર મહેસૂલી કર્મી-પોલીસનો પહેરો:હોટલ-રેસ્ટોરન્ટમાંથી 30 ઘરેલું ગેસ સિલિન્ડર કબ્જે, ગોંડલમાં એક ઘરમાંથી 38 ખાલી બાટલા જપ્ત

    13 hours ago

    ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ગેસના બાટલાની અછત સર્જાઈ છે, ત્યારે રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની 18 ગેસ એજન્સીઓ પર મહેસુલી કર્મચારી અને પોલીસમાં પહેરો રાખવાનું શરૂ કરાયું છે. દરમિયાન જિલ્લામાં 46 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી 30 ઘરેલું ગેસ સિલિન્ડર મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડલ શહેરમાં એક ઘરમાંથી 38 ઘરેલું ગેસના ખાલી સિલિન્ડર મળી આવતા તે પણ કબ્જે કરવામાં આવ્યા હતા. પુરવઠા વિભાગના 46 સ્થળોએ દરોડા રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ. ઝાપડાએ જણાવ્યુ હતુ કે, જિલ્લા કલેકટરની સૂચનાથી જિલ્લાના તમામ મામલતદાર દ્વારા જુદી જુદી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલ વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ટી-સ્ટોલ, ફરસાણ સ્ટોર, નાસ્તા હાઉસ તથા ફાસ્ટ ફૂડ સ્ટોર ખાતે ઘરેલુ ગેસ સિલિન્ડરના વપરાશ બાબતે કુલ 46 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. 30 ઘરેલુ ગેસ સિલિન્ડર સિઝ કરાયા જેમાં ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બિલિયાળા ગામેથી મામલતદાર ગોંડલ (ગ્રામ્ય) દ્વારા 15 ભરેલા તથા 10 ખાલી એમ કુલ 25 ઘરેલુ ગેસ સિલિન્ડર (રૂ.45,410) ના જથ્થા સાથે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત જુદી જુદી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વધુ 5 ઘરેલુ ગેસ સિલિન્ડર (રૂ.11,038) ના જથ્થા સાથે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે. એક ઘરમાંથી 38 ખાલી ગેસ સિલિન્ડર કબ્જે કર્યા આ ઉપરાંત ગોંડલ શહેર વિસ્તારમાં મામલતદાર દ્વારા ગેરકાયદેસર રીતે ઘરમાં સંગ્રહ કરેલા રિલાયન્સ કંપનીના 38 ખાલી ગેસ સિલિન્ડર કબ્જે કર્યા હતા. જેની કિંમત રૂ.63,400 થાય છે. આ સાથે જ તમામ હોટલ તથા ફાસ્ટ ફૂડ સ્ટોરના માલિકોને ઘરેલુ સિલિન્ડરના ગેરવપરાશ અંગે સમજણ આપવામાં આવી હતી. 18 ગેસ એજન્સીઓમાં તપાસ કરાઈ દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ 18 ગેસ એજન્સીઓની તપાસણી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ અને ગોડાઉનમાં નાયબ મામલતદાર (પુરવઠા) ની દેખરેખ હેઠળ દરેક એજન્સી તથા ગોડાઉન દીઠ 1 મહેસુલી કર્મચારી સાથે 1 પોલીસ જવાનને મુકવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રકે બાઈક સવારને કચડતા હાઈવે પર માસના લોચા ઉડ્યા:મહિલાનું હૈયાફાટ રુદન-'અહીંથી ઉઠાવો નહીં તો મરી જશે', અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતમાં 2ના કમકમાટીભર્યા મોત
    Next Article
    ગીર સોમનાથમાં ભારતીય મજદૂર સંઘનું જિલ્લા સંમેલન:નવા હોદ્દેદારોની જાહેરાત, કર્મચારીઓ દ્વારા પ્રશ્નોની રજૂઆતની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment