Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરામાંના મરડેશ્વર મહાદેવના દર્શન કર્યા:રાજ્યની પ્રગતિ અને જનતાની સુખ-શાંતિ માટે પ્રાર્થના

    13 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી. પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતેનો નિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સીધા જ મરડેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. તેમણે ભોળાનાથના શિવલિંગ પર જલાભિષેક કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મરડેશ્વર દાદાના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રીએ ગુજરાતની નિરંતર પ્રગતિ, જનતાની સુખ-શાંતિ અને રાજ્યમાં સમૃદ્ધિ બની રહે તે માટે મહાદેવ પાસે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ ખીણમાં ખાબકી:7 લોકોના મોત, 7 ઘાયલ; મનાકામના મંદિરના દર્શન કરીને પરત ફરતી વખતે અકસ્માત
    Next Article
    સુરેન્દ્રનગરમાં દારૂનો જથ્થો ઝડપાયો:A ડીવીઝન પોલીસે ₹1.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment