Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં દારૂનો જથ્થો ઝડપાયો:A ડીવીઝન પોલીસે ₹1.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    15 hours ago

    સુરેન્દ્રનગરના વાદીપરા વિસ્તારમાં એ ડીવીઝન પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે કુલ ₹1,86,140 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે વાદીપરા શેરી નંબર 7માં ધાવડી માતાજીના ડેલા સામે રહેતો મુકેશ કાનજીભાઈ દેગામા પોતાના ઘરે દારૂનો સંગ્રહ કરી વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જોકે, દરોડા દરમિયાન આરોપી મુકેશ દેગામા સ્થળ પર હાજર મળ્યો ન હતો. પોલીસે મકાનમાંથી દારૂની નાની-મોટી કુલ 528 બોટલો અને બીયરના 72 ટીન જપ્ત કર્યા હતા. આરોપી મુકેશ દેગામા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ વિજયસિંહ પરમાર ચલાવી રહ્યા છે. આ ઉપરાંત, ધ્રાંગધ્રા સીટી પોલીસે પણ એક અલગ કાર્યવાહીમાં બસ સ્ટેશન પરથી દિવ્યાંગ મહિલા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂની કિંમત ₹5,940 આંકવામાં આવી છે.પોલીસને બાતમી મળી હતી કે ધ્રાંગધ્રા બસ સ્ટેશનના બાકડામાં બેઠેલી એક દિવ્યાંગ મહિલા પાસે થેલીમાં દારૂ છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે મોરબી જિલ્લાના માળીયા ગામની 45 વર્ષીય ઝુલેખાબેન કરીમભાઈ સામતાણી પાસેથી વિદેશી દારૂના 33 ચપલા મળી આવ્યા હતા. મહિલા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એચસી બી.બી.પઢીયાર કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરામાંના મરડેશ્વર મહાદેવના દર્શન કર્યા:રાજ્યની પ્રગતિ અને જનતાની સુખ-શાંતિ માટે પ્રાર્થના
    Next Article
    હવે ગેસ એજન્સીઓ પર મહેસૂલી કર્મી - પોલીસનો પહેરો:રાજકોટના ગોંડલમાં હોટલ - રેસ્ટોરન્ટમાંથી 30 ઘરેલું ગેસ સિલિન્ડર કબ્જે, એક ઘરમાંથી 38 ખાલી બાટલા જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment