Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રતિબંધિત ગોગો કોન-પ્રિ-રોલ સ્ટિકનું વેચાણ કરતો શખસ ઝડપાયો:ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે પાનની દુકાનમાં પોલીસની રેડ, તમામ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

    12 hours ago

    વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસેની 'જય અંબે પાન એન્ડ કોલ્ડ ડ્રિન્ક' નામની પાનની દુકાનમાં વારસિયા પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે રોલિંગ પેપર તેમજ ગોગો કોન (પ્રિ-રોલ્ડ સ્મોકિંગ કોન) જેવા પ્રતિબંધિત સ્મોકિંગ સામગ્રીનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ગોગો કોન અને પ્રિ-રોલ સ્ટિકના 8 નંગ મળી આવ્યા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ગધેડા માર્કેટ વિસ્તારમાં પહોંચી ત્યારે બાતમી મળી હતી કે, આ દુકાનમાં ગોગો રોલિંગ પેપર અને સંબંધિત પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે વારસિયા પોલીસે દુકાન પર રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનદાર ધર્મેશ જગદીશ રાજપૂત (ઉંમર 26, રહે સતાધાર સોસાયટી, બાપોદ જકાતનાકા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. દુકાનના કાઉન્ટર પરથી પોલીસને ગોગો કોન અને પ્રિ-રોલ સ્ટિકના 8 નંગ તથા રોલિંગ પેપરના 8 નંગ મળી આવ્યા હતા. જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ રોલિંગ પેપર અને ગોગો કોન જેવી સ્મોકિંગ સામગ્રીના સંગ્રહ, વેચાણ તેમજ વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ પ્રતિબંધનો ભંગ કરવા બદલ વારસિયા પોલીસે ધર્મેશ રાજપૂત સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં બનશે આધુનિક ફૂડ લેબોરેટરી:સૌરાષ્ટ્રભરના ખાદ્ય પદાર્થોનાં નમુના બહાર મોકલવા નહીં પડે, બે મહિને આવતા રિપોર્ટ બે-ત્રણ દિવસમાં મળશે; આરોગ્ય કેન્દ્રનું પણ નિર્માણ
    Next Article
    હિંમતનગરમાં તસ્કરોએ 2 ગલ્લા, 2 દુકાનોમાં હાથફેરો કર્યો:ખેડ તસીયા રોડ પર સરસામાન અને રોકડની ચોરી; પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment