Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાએ યુવકના ત્રાસથી એસિડ પીધું, ટૂંકી સારવાર બાદ મોત:મોબાઈલ દુકાન સંચાલક પર બ્લેકમેલનો આરોપ; સુસાઇડ નોટમાં લખ્યું- એ મને ફસાવી, બ્લેકમેઇલ કરે છે, હું એના કારણે મરું છું

    11 hours ago

    વલસાડ જિલ્લાના એક ગામમાં એક સગીરાએ એસિડ પીને આપઘાત કરી લીધો છે. 17 વર્ષીય ડિમ્પલ (નામ બદલ્યું છે) નામની સગીરાએ આત્મહત્યા કરતા પહેલાં એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે એક મોબાઈલ દુકાન સંચાલક પર હેરાનગતિ અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. એક દિવસની ટૂંકી સારવાર દરમિયાન સગીરાનું મોત થયું હતું. ડિમ્પલ તેના પરિવાર સાથે રહેતી હતી. ઘટનાના દિવસે તે કોઈની સાથે મોબાઈલ ફોન પર વાત કરી રહી હતી. તેની માતાએ કોની સાથે વાત કરે છે તેમ પૂછતાં, ડિમ્પલને મન દુઃખ લાગી આવ્યું હતું. આ પછી તેણે સુસાઇડ નોટ લખી એસિડ ગટગટાવ્યું હતું. પરિવારના સભ્યોને ઘટનાની જાણ થતાં જ તેઓએ સગીરાને બચાવવાના પ્રયાસો કર્યા અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જોકે, સારવાર દરમિયાન સગીરાનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસ ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સગીરાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. સગીરાએ સુસાઇડ નોટમાં મોબાઈલ દુકાનના સંચાલક દ્વારા બ્લેકમેલ કરવામાં આવતો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિયન વેલ્સ સેમિફાઇનલમાં અલ્કારેઝ હાર્યો:મેદવેદેવે 6-3, 7-6 થી હરાવ્યો, વુમન્સ સિંગલ્સની ફાઇનલમાં આર્યના સબાલેન્કા પહોંચી; રાયબાકીના સામે થશે મુકાબલો
    Next Article
    બોટાદના ફાડરવાળા મેલડી મંદિરે મહાપ્રસાદ યોજાયો:ડાકડમરુ કાર્યક્રમમાં 15 હજારથી વધુ ભક્તોએ લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment