Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિયન વેલ્સ સેમિફાઇનલમાં અલ્કારેઝ હાર્યો:મેદવેદેવે 6-3, 7-6 થી હરાવ્યો, વુમન્સ સિંગલ્સની ફાઇનલમાં આર્યના સબાલેન્કા પહોંચી; રાયબાકીના સામે થશે મુકાબલો

    9 hours ago

    કેલિફોર્નિયામાં ચાલી રહેલા ઇન્ડિયન વેલ્સ ઓપનમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારેઝને મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. રશિયાના ડેનિયલ મેદવેદેવે અલ્કારેઝને સીધા સેટમાં હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધો. અલ્કારેઝે વર્ષનો પહેલો ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન પોતાના નામે કર્યો હતો. જ્યારે, વુમન્સ સિંગલ્સમાં ટોપ સીડ આર્યના સબાલેન્કાએ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે ટાઇટલ માટે તેનો મુકાબલો એલિના રાયબાકિના સાથે થશે મેદવેદેવે અલ્કારેઝને સંભાળવાનો મોકો ન આપ્યો મેન્સ સિંગલ્સની પહેલી સેમિફાઇનલમાં ડેનિયલ મેદવેદેવે કાર્લોસ અલ્કારેઝને 6-3, 7-6(3) થી હરાવ્યો. રશિયન ખેલાડીએ પહેલા સેટમાં શરૂઆતી બ્રેક લઈને મેચ પર નિયંત્રણ મેળવી લીધું અને પહેલો સેટ 6-3 થી પોતાના નામે કર્યો. બીજા સેટમાં અલ્કારેઝે વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને રમતને ટાઈ-બ્રેકર સુધી ખેંચી ગયો. જોકે, ટાઈ-બ્રેકમાં મેદવેદેવે પોતાના અનુભવનો ઉપયોગ કરીને 7-6(3) થી જીત મેળવી અને ફાઇનલની ટિકિટ પાકી કરી. જાનિક સિનર સામે થશે મેદવેદેવનો ફાઇનલ મુકાબલો ખિતાબી મુકાબલામાં મેદવેદેવ સામે વર્લ્ડ નંબર-2 જાનિક સિનરનો પડકાર હશે. સિનરે બીજી સેમિફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને એકતરફી અંદાજમાં 6-2, 6-4 થી હરાવ્યો. ઝ્વેરેવ ATP માસ્ટર્સ-1000ની તમામ નવ ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ રમનાર માત્ર પાંચમો ખેલાડી છે. તેની પહેલાં રાફેલ નડાલ, નોવાક યોકોવિચ, રોજર ફેડરર અને એન્ડી મરેએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. સબાલેન્કાએ લિન્ડા નોસ્કોવાને સીધા સેટોમાં હરાવી વુમન્સ સિંગલ્સ સેમિફાઇનલમાં બેલારુસની આર્યના સબાલેન્કાનું પ્રભુત્વ જોવા મળ્યું. તેણે ચેક રિપબ્લિકની લિન્ડા નોસ્કોવાને 6-3, 6-4 થી હરાવી. એલિના રાયબાકિનાએ સ્વિટોલિનાને હરાવી બીજી મહિલા સેમિફાઇનલમાં કઝાકિસ્તાનની એલિના રાયબાકિનાએ યુક્રેનની એલિના સ્વિટોલિનાને સખત મુકાબલામાં 7-5, 6-4 થી હરાવી. પ્રથમ સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે બરાબરીની ટક્કર જોવા મળી, પરંતુ રાયબાકિનાએ મહત્વપૂર્ણ તકો પર બ્રેક પોઈન્ટ મેળવીને સેટ પોતાના નામે કર્યો. બીજા સેટમાં પણ તેણે પોતાની લય જાળવી રાખી અને જીત મેળવીને સબાલેન્કા સાથે ટાઇટલની ટક્કર નક્કી કરી.
    Click here to Read More
    Previous Article
    Election 2026 : West Bengal, Assam समेत 5 राज्यों में कौन बनेगा बाजीगर? Tamil Nadu, Puducherry | EC
    Next Article
    સગીરાએ યુવકના ત્રાસથી એસિડ પીધું, ટૂંકી સારવાર બાદ મોત:મોબાઈલ દુકાન સંચાલક પર બ્લેકમેલનો આરોપ; સુસાઇડ નોટમાં લખ્યું- એ મને ફસાવી, બ્લેકમેઇલ કરે છે, હું એના કારણે મરું છું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment