Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર ડીપી રોડ થાંભલા વાયરલ વીડિયો વિવાદ:સ્થાનિક નેતાઓની સ્પષ્ટતા; કહ્યું- બોર્ડ પરીક્ષા વચ્ચે વીજપુરવઠો અવિરત રાખવા થાંભલા નથી હટાવાયા; 'વિકાસ ગાંડો નહીં સમજણો છે'

    10 hours ago

    જામનગર શહેરના મચ્છરનગરથી પુનિતનગર વિસ્તારમાં બની રહેલા મુખ્ય ડી.પી. રોડ પર વીજળીના થાંભલાને લઈને ઉભા થયેલા વિવાદ અંગે સ્થાનિક આગેવાનો અને તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ્યમંત્રીના પ્રતિનિધિ મનદીપ સિંહ જાડેજા અને સ્થાનિક કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, જયેન્દ્ર સિંહ ઝાલા અને સ્થાનિક આગેવાનોએ સ્થળ મુલાકાત લઈને જણાવ્યું કે, હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ હોવાથી વીજ પુરવઠો ખોરવાય નહીં તે હેતુથી થાંભલા હટાવવામાં આવ્યા નથી. તાજેતરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ રોડની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં રોડના કામની વચ્ચે એક વીજળીનો થાંભલો આવતો હોવાનો વીડિયો ઉતારી 'વિકાસ ગાંડો થયો છે' તેવા કટાક્ષ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને કારણે સ્થાનિકોમાં રોડની ગુણવત્તા અને આયોજન સામે સવાલો ઉભા થયા હતા. વિપક્ષ દ્વારા રોડની વચ્ચે થાંભલા મુદ્દે કરવામાં આવેલા આક્ષેપોને તંત્રએ પાયાવિહોણા ગણાવ્યા છે. આ વિવાદ બાદ આજે રાજ્યમંત્રીના પ્રતિનિધિ અને વિસ્તારના કોર્પોરેટરે રોડના કામનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે હાલમાં જે કામ દેખાઈ રહ્યું છે તે માત્ર PCC (પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ) નું પ્રાથમિક સ્તર છે. મુખ્ય સીસી રોડનું કામ હજુ બાકી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ, એટલે કે 16 માર્ચ પછી જ વીજ થાંભલાઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 8 ઇંચની ભરાઈ કરીને CC રોડ તૈયાર કરવામાં આવશે. આ નિર્ણય વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવા લેવાયો છે. વોર્ડ નં. 2 અને 3 માં ચાલી રહેલા અન્ય વિકાસલક્ષી કાર્યો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. વોર્ડ નં.2 માં સાયન્સ સિટી, નવી કોર્ટ, સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને લાયબ્રેરી જેવા મોટા પ્રકલ્પો સાકાર થઈ રહ્યા છે. આ ઉપરાંત, અંદાજે ₹20 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજની સુવિધા ઊભી કરાઈ છે, જેનાથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાં 80 ટકા ઘટાડો થઈ જશે તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે ફાઇનલ સીસી રોડનું કામ શરૂ થશે, તે પહેલા તમામ નડતરરૂપ થાંભલાઓ દૂર કરવામાં આવશે. હજુ આની ઉપર 8 ઇંચનું કામ બાકી છે. ​"લોકોને ગેરમાર્ગે દોરવા માટે અધૂરી વિગતો સાથે વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. વિકાસનું કામ યોગ્ય આયોજન સાથે જ થઈ રહ્યું છે અને પરીક્ષા પૂર્ણ થતા જ નડતરરૂપ વસ્તુઓ દૂર કરી દેવાશે."
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં 125 વર્ષ જૂની C.S. બુટાલા અને બ્રધરહૂડ લાયબ્રેરીની ઉજવણી:વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ
    Next Article
    400 કિ.મી.ની ઝડપે બુલેટ ટ્રેન જતી હોય એવો અનુભવ થશે:વડોદરામાં અનોખી ધ બુલેટ રેસ્ટોરન્ટની શરૂ થઈ, 3 મહિનાની મહેનત બાદ બુલેટ ટ્રેનની આબેહૂબ મોડલ બનાવ્યું, અભિનેત્રી શ્રદ્ધા ડાંગરના હસ્તે ઉદ્ઘાટન, બુલેટ ટ્રેન તો 2030માં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment