Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં 125 વર્ષ જૂની C.S. બુટાલા અને બ્રધરહૂડ લાયબ્રેરીની ઉજવણી:વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ

    11 hours ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં શ્રી સાંકળચંદ લક્ષ્મીચંદ શાહ ટ્રસ્ટ સંચાલિત શ્રી C.S. બુટાલા અને બ્રધરહૂડ જાહેર પુસ્તકાલયે તેની 125મી સ્થાપના વર્ષગાંઠની ઉજવણી કરી. આ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તકપ્રેમ અને વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી પુસ્તકાલય દ્વારા વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં મોડાસા શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ "પુસ્તકો આપણા મિત્રો" (અક્ષરલેખન) અને "મારી કલ્પનાનું પુસ્તકાલય" જેવા વિષયો પર સુંદર ચિત્રો દોરી પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી. આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ વધારવાનો અને તેમની કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપવાનો હતો. જાહેર પુસ્તકાલય દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ યોજીને નવી પેઢીને પુસ્તક સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ જાળવી રાખવા આ પહેલ પ્રેરણાદાયક બની રહી છે. આ કાર્યક્રમના આયોજનમાં બ્રધરહૂડ લાઇબ્રેરીના પ્રમુખ એ.જે. મોદી, ટ્રસ્ટીઓ, કન્વીનર કામેશ શાહ, મિનેશભાઈ ગાંધી, તેમજ કલરવ સ્કૂલના આચાર્ય સેજલબેન ઠેકડી સહિતના આયોજકોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વારસિયાના ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી, CCTV:ગર્ભગૃહમાં પ્રવેશની રોકડ, ચાંદીના છત્ર અને આભૂષણો લઈને તસ્કરો ફરાર, સેવકે ફરિયાદ નોંધાવી
    Next Article
    જામનગર ડીપી રોડ થાંભલા વાયરલ વીડિયો વિવાદ:સ્થાનિક નેતાઓની સ્પષ્ટતા; કહ્યું- બોર્ડ પરીક્ષા વચ્ચે વીજપુરવઠો અવિરત રાખવા થાંભલા નથી હટાવાયા; 'વિકાસ ગાંડો નહીં સમજણો છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment