Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    400 કિ.મી.ની ઝડપે બુલેટ ટ્રેન જતી હોય એવો અનુભવ થશે:વડોદરામાં અનોખી ધ બુલેટ રેસ્ટોરન્ટની શરૂ થઈ, 3 મહિનાની મહેનત બાદ બુલેટ ટ્રેનની આબેહૂબ મોડલ બનાવ્યું, અભિનેત્રી શ્રદ્ધા ડાંગરના હસ્તે ઉદ્ઘાટન, બુલેટ ટ્રેન તો 2030માં

    8 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનથી પ્રેરણા લઈને વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેવન સીઝ મોલમાં બુલેટ ટ્રેન રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે, ગુજરાતી ફિલ્મ જગતના અભિનેત્રી શ્રદ્ધા ડાંગરના હસ્તે આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટ્રેનમાં બેસતા જ 400 કિમી સ્પીડ બુલેટ ટ્રેન જતી હોય એવો અનુભવ તમને થશે. જેના માટે બારીમાં LED સ્ક્રીન લગાવવામાં આવી છે અને તેમાં અમદાવાદથી મુંબઈના રિયલ દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે. જેને શૂટ કરતા 45 દિવસનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત રેસ્ટોરન્ટનું ઇન્ટિરિયર પર લક્ઝુરિયસ છે. ધ બુલેટ રેસ્ટોરન્ટના માલિક વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે, વર્ષ 2016માં કામ અર્થે ચાઈના જવાનો અવસર મળ્યો હતો. તે સમયે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી અને ત્યાર બાદ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈથી અમદાવાદ વચ્ચે વર્ષ 2030માં બુલેટ ટ્રેનનો પ્રારંભ થશે તેવી જાહેરાત કરી છે. જેથી મને વિચાર આવ્યો કે બુલેટ ટ્રેનમાં લોકો વર્ષ 2030માં મુસાફરી કરશે પણ તે પહેલા તેઓને બુલેટ ટ્રેનમાં બેસવા જેવો અનુભવ મળે એના માટે કંઈક કરીએ. તેઓએ વધુમાં કહ્યું કે, અમે 45 દિવસ મુંબઈથી અમદાવાદના રૂટ પર શૂટ કર્યું હતું અને તે શૂટિંગને LED સ્કિન ઉપર મૂકવામાં આવ્યું છે. જેનાથી રેસ્ટોરન્ટમાં આવનાર દરેકને ટ્રેનમાં બેઠા હોય તેવું ફિલ થશે. જે માટે 3 મહિના સુધી 100 લોકોની ટીમ કામે લાગી હતી અને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. ભારતમાં વર્ષ 2030 સુધીમાં જે બુલેટ ટ્રેન આવવાની છે, અમે તે અંગેની જરૂરી માહિતી એકત્રિત કરી હતી. એ જ માહિતીના આધારે અમે આ 'ડમી ટ્રેન' બનાવી છે, જે બહારથી જોતા તમને બિલકુલ અસલી ટ્રેન જેવો જ અનુભવ કરાવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો પૂરો પ્રયાસ છે કે લોકોને અહીં અદ્ભુત અનુભવ મળે. ગ્રાહકોને વ્યાજબી ભાવે શુદ્ધ અને ઘર જેવું જ ભોજન મળી રહે તે અમારી પ્રાથમિકતા છે. તેના માટે અમે 'ઓપન કિચન' રાખ્યું છે, જે કાચમાંથી તમે સીધું જોઈ શકો છો અને રસોઈમાં વપરાતી સ્વચ્છતાની ખાતરી કરી શકો છો. આ એક મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, એટલે કે અહીં ખાસ્સું લાંબુ મેનુ છે. ​ તેઓએ વધુમાં કહ્યું કે, એક ખાસ વાત એ છે કે અત્યારે બજારમાં LPG ની અછત હોવાને કારણે અમે 'બ્લેક'માં ગેસ લેવાનું ટાળ્યું છે. હાલ પૂરતું અમે 'NON-LPG' મેનુ લોન્ચ કર્યું છે, જેમાં લગભગ 30-32 આઈટમ્સ ઉપલબ્ધ છે. એકવાર કાયદેસર રીતે ગેસની સુવિધા ઉપલબ્ધ થાય પછી અમે સંપૂર્ણ મેનુ શરૂ કરીશું. વડોદરા શહેરની અન્ય મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ્સની સરખામણીએ અમે ભાવ 20 થી 30 ટકા ઓછા રાખવાનો પ્રયત્ન કર્યો છે, જેથી સામાન્ય વ્યક્તિ પણ આ અનોખા વાતાવરણમાં ભોજનનો આનંદ માણી શકે. ​ ગુજરાતી ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે અલગ-અલગ કન્સેપ્ટ પર કામ થઈ રહ્યું છે તે જોઈને ખૂબ જ આનંદ થાય છે. પછી ભલે તે રેસ્ટોરન્ટ હોય, કાફે હોય કે એવી કોઈ પણ જગ્યા જ્યાં આપણે આપણા પરિવાર સાથે જઈ શકીએ. અગ્રવાલ ફેમિલીએ આ 'ધ બુલેટ' મલ્ટિક્યુઝિન રેસ્ટોરન્ટમાં ખૂબ જ સુંદર કન્સેપ્ટ રજૂ કર્યો છે. ​ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે, ગુજરાતીઓને ખાવાનો ખૂબ શોખ હોય છે. ભલે ઘરે મહેમાન આવે કે ન આવે, બહાર જમવાના પ્લાન હંમેશા તૈયાર જ હોય છે! ગુજરાતીઓ માટે સૌથી પહેલી પ્રયોરીટી એ હોય છે કે પરિવારને શુદ્ધ અને સરસ જમવાનું મળે. આ રેસ્ટોરન્ટમાં મેનેજમેન્ટનો મુખ્ય હેતુ પણ એ જ છે કે તેઓ જેવું શુદ્ધ ભોજન ઘરે જમે છે, એવું જ લોકોને પીરસે. ​ તેઓએ કહ્યું કે, આ રેસ્ટોરન્ટની સૌથી મોટી ખાસિયત તેનો બુલેટ ટ્રેન કન્સેપ્ટ છે. મેં અત્યાર સુધી ક્યાંય પણ આવો અનોખો પ્રયોગ જોયો નથી. જ્યારે તમે તમારા ફેમિલી સાથે લંચ કે ડિનર લઈ રહ્યા હોવ અને તમને એવું અનુભવાય કે તમે બુલેટ ટ્રેનમાં બેસીને શાંતિથી મુસાફરી કરી રહ્યા છો, તો એ ખરેખર 'પૈસા વસૂલ' કન્સેપ્ટ છે. ​હું વડોદરાવાસીઓને એટલું જ કહીશ કે હવે જ્યારે પણ તમે પરિવાર સાથે બહાર જમવાનો પ્લાન કરો, ત્યારે સેવન સીઝ મોલમાં આવેલી 'ધ બુલેટ' મલ્ટિક્યુઝિન રેસ્ટોરન્ટ ની મુલાકાત જરૂર લેજો. ​ તરોનિશ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, અહીં આવીને ખૂબ જ નવો અનુભવ થઈ રહ્યો છે. અહીં બેસીને એવું લાગે છે કે જાણે આપણે સાચે જ બુલેટ ટ્રેનમાં બેઠા હોઈએ. તમે પાછળ જોશો તો તમને લાગશે કે તમે ખરેખર બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને સાથે જમવાની મજા માણી રહ્યા છો. ખૂબ જ સારો અનુભવ છે, એટલે અહીં ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. લોકોએ અહીં ચોક્કસ આવવું જોઈએ. અહીં તમને બિલકુલ નવો જ અનુભવ મળશે, તો એકવાર અહીં જરૂર મુલાકાત લો. ગ્રાહક મોનલબેને જણાવ્યું હતું કે, આ એકદમ નવો કન્સેપ્ટ છે. મેં આવું પહેલાં ક્યારેય ક્યાંય સાંભળ્યું પણ નહોતું. મને આ કન્સેપ્ટ ખૂબ જ સરસ લાગ્યો. જ્યારે તમે અંદર બેસીને આનો અનુભવ કરો ત્યારે જ ખબર પડે. બિલકુલ બુલેટ ટ્રેનમાં બેઠા હોઈએ તેવી જ ફીલિંગ આ રેસ્ટોરન્ટમાં બેસીને આવે છે. અહીંની બધી જ સુવિધાઓ ખૂબ જ સરસ છે. ​
    Click here to Read More
    Previous Article
    જામનગર ડીપી રોડ થાંભલા વાયરલ વીડિયો વિવાદ:સ્થાનિક નેતાઓની સ્પષ્ટતા; કહ્યું- બોર્ડ પરીક્ષા વચ્ચે વીજપુરવઠો અવિરત રાખવા થાંભલા નથી હટાવાયા; 'વિકાસ ગાંડો નહીં સમજણો છે'
    Next Article
    ‘They do more politics, less work for Bahujans’: BSP chief Mayawati attacks rival parties on Kanshi Ram Jayanti

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment