Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ સંકટથી પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી:સુરતના વીવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો ટ્રેન મારફતે વતન રવાના, કોરોનાકાળ જેવી સ્થિતિ ન થાય તે પહેલા જ હિજરત

    11 hours ago

    મિડલ ઇસ્ટમાં વધતા યુધ્ધનાં તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે,તેને કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોની હાલત રોજ બરોજનાં ગેસ વપરાશને લઈને કટોકટી ભરી બની ગઈ છે. ગેસની બોટલો કાળા બજારમાં ચારથી પાચ ધણા ભાવે વેચાઈ રહી છે જે શ્રમિકોને કોઈ કાળે પરવડે તેવુ ન હોવાથી હવે તેમની ધીરજનાં બાણ ખુટી જતાં વતનની વાટ પકડી રહ્યાં છે. 15 દિવસોથી મિડલ ઇસ્ટમાં યુધ્ધની વધી રહેલી તણાવ ભરી સ્થિતિને કારણે જો કોઈ વસ્તુની સર્વાધિક અસર વર્તાઈ હોય તો તે રાંધણ ગેસની છે. હાલ વધી રહેલી કટોકટીને કારણે તેની સિધી અસર રસોઈથી માંડીને રોજીદાં જીવન ઉપર પણ પડી રહી છે. સામાન્ય 1200 રૂપિયાને ભાવે મળતો ગેસ સિલિન્ડર હવે 2500થી લઈને 3000 રૂપિયા કિંમત ચુકવ્યા બાદ પણ નથી મળી રહ્યો. રાંધણ ગેસની વધતી જતી કાળા બજારી વચ્ચે શ્રમિકો એ તેમના વતન જવુ વધૂ મુનાસિબ સમજી રહ્યાં છે. છેલ્લા બે દિવસોથી સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન ઉપર શ્રમિકો વતન તરફ પ્રયાણ કરતા નજરે ચડી રહ્યાં છે. સવારે 8:00 કલાકની ઉધના દાનાપુર ટ્રેન અને 10:30 કલાકે તાપ્તી ગંગા ટ્રેનમાં શ્રમિકોની મહત્તમ ભીડ જોવા મળી રહી છે. ટ્રેનમાં બેસવા રીતસર લાઈનો લાગી રહી છે. વિજય માંગુકિયા (અંજની ઈન્ડસ્ટ્રીયલ અને વિવર્સ એસોશિએશનના પ્રમુખ) એ જણાવ્યું હતું કે, અત્યારે તકવાદીઓ જે તકનો લાભ ઉઠાવી રહ્યા છે અને જે રીતે કામદારોમાં એક જ્યારે ભૂતકાળની અંદર કોરોના કાળ આવ્યો હતો અને લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને કામદારોને જે તકલીફ પડી હતી એ દોહરાય નહીં એના માટે કામદારોએ વતનની વાટ પકડી છે અને વીવિંગમાં 50% જેટલા કામદારો અત્યારે હાલમાં જે સ્થિતિ સર્જાય ત્યાર પછી એમના ગામ તરફ જતાં જોવા મળ્યા છે અને ત્યાર પછી જે વીવિંગ ઉદ્યોગની અંદર 30 થી 40 રૂપિયા જે ભાવ વધારો યાર્નના ડીલરો દ્વારા ઝીંકી દેવામાં આવ્યો છે એ પણ સ્થિતિ બગાડી રહ્યો છે અને વીવર્સ પણ વિચારી રહ્યા છે કે કારખાના કેવી રીતે ચલાવવા. જ્યારે કામદારોને ગેસના બાટલાની અછત હોય અને અમારા દ્વારા કલેક્ટરને સોમવારે રજૂઆત કરવામાં આવશે, રૂબરૂ રજૂઆત કરવામાં આવશે, લેખિતમાં રજૂઆત કરવામાં આવશે કે જો 50 થી 60% જ અમારી ફેક્ટરી વીવિંગ ઉદ્યોગ ચાલવાનો હોય તો અમારા ભાગનો જે ગેસ છે જે મળવાપાત્ર ગેસ છે એ કામદારોને આપવામાં આવે અને કામદારોનું પણ જીવન ટકી રહે, જીવનયાત્રા ચાલુ રહે અને કંપનીઓ પણ ચાલુ રહે એવું અમે વિચારી રહ્યા છીએ. વધુમાં જણાવ્યું હતું કે, 50% જેટલા કામદારોએ વતનની વાટ પકડી છે અને જે ગેસ નથી મળી રહ્યો, જે રીતે તકવાદીઓ કરિયાણા સ્ટોર હોય કે પછી અન્ય ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓ હોય કે પછી રેસીડેન્સીયલ વિસ્તારોની અંદર જે કામદારો જે વસે છે એ વિસ્તારોની અંદર કઈ પણ ચીજવસ્તુ હોય એમાં ભાવ વધારો આપવો પડતો હોય ત્યારે કામદારોમાં ચોક્કસ એક એવી સ્થિતિ ઉભી થઈ શકે એ વતન તરફ જઈ રહ્યા છે. યાર્નના ભાવની અંદર 30 થી 40 રૂપિયાનો અલગ-અલગ ડેનિયરોમાં ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એવી પણ સ્થિતિ છે કે જે ઓર્ડરો લીધેલા છે, વીવર્સોએ જે ઓર્ડરો લીધેલા છે એ ઓર્ડરો પૂરા કરવા માટે થોડું થોડું યાર્ન ખરીદી રહ્યા છે પરંતુ આ તકનો લાભ ઉઠાવવાના જે પ્રયાસો છે એને ડામવા જોઈએ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા એવી અમારી માંગ છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિ.માં ભરતી પ્રક્રિયાના વિવાદ વચ્ચે લેખિત પરીક્ષા:નોન ટીચિંગ સ્ટાફની 130 જગ્યા માટે હજારો ઉમેદવારોએ પરીક્ષા આપી, કહ્યું- મળતિયાઓને સેટ કરાશે તો ઘણી અસર થશે'
    Next Article
    પક્ષીઓ માટે જલસેવાનો સેવાયજ્ઞ:અમદાવાદના રતનપોળ વિસ્તારમાં 1000 થી વધુ માટીના કુંડાનું વિતરણ કરી જીવદયા વહાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment